વિદ્યુત જામવાલે ટ્વિટર પર કો-એક્ટર અમિત સાધની જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા

0
0

સોશિયલ મીડિયા પર ઘણી વાર કોઈ વાત લખવામાં ઉતાવળમાં ભૂલ થઇ જાય છે, પરંતુ આવી ભૂલો જો કોઈ સેલિબ્રિટીથી થાય તો તે તરત જ ટ્રોલર્સના ધ્યાનમાં આવી જાય છે. એક્ટર વિદ્યુત જામવાલ સાથે પણ આવું જ કઈક થયું છે. વિધુતે પોસ્ટમાં પોતાની ફિલ્મ ‘યારા’ના કો-સ્ટાર અમિત સાધને ટેગ કરવાને બદલે ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરી લીધા. ત્યારબાદ તેને ખબર પડી કે ભૂલથી મિસ્ટેક થઇ ગઈ છે અને તેણે ભૂલ સુધારીને બીજું ટ્વીટ કર્યું.

વિદ્યુત જામવાલે બીજું ટ્વીટ કરી એક્ટર અમિત સાધને ટેગ કરીને લખ્યું કે, ‘અમિત સાધ તારો આભાર. હું વર્ચ્યુલી તને આલિંગન કરવા માગું છું. હું આશા કરું છું કે, આ અત્યાર સુધી સાચા એડ્રેસ પર પહોંચીને તારા સુધી આવી ગયું હોય.’ વિદ્યુતે આ ટ્વીટ અમિતના જ ટ્વીટને રિ-ટ્વીટ કરીને કર્યું હતું. તે ટ્વીટમાં અમિતે લખ્યું કે, ‘ભાઈ, એક માણસની રીતે તમે અદભૂત છો. દરેક ફિલ્મમાં તમારો ગ્રોથ ઘણો જોરદાર છે. તમે જે પણ કર્યું તે અમારા હ્રદયને સ્પર્શી ગયું છે. ખુદા હાફિઝ માટે ઓલ ધ બેસ્ટ.’

‘યારા’ એક પીરિયડ ફિલ્મ છે. ભાગલા પછીથી લઇને આઠમી સદીના એક ગેંગસ્ટરના પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મનાં શૂટિંગમાં 22 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ આ ફિલ્મ 30 જુલાઈએ ZEE5 પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં વિદ્યુત ઉપરાંત અમિત સાધ, વિજય શર્મા, શ્રુતિ હાસન અને કેની પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here