UAE માં IPL 2020 જોવા માટે દર્શકો ને આપી શકાય છે મંજૂરી !

0
0

કોરોના સંકટને જોતાં આઈપીએલની 13મી સિઝન ભારતમાં નહીં પણ UAEમાં રમાશે. જે માટે આઈપીએલની 3 ટીમ યુએઈ પણ પહોંચી ગઈ છે. તેવામાં પહેલાં એવી ખબર હતી કે, યુએઈમાં રમાનાર આ આઈપીએલ દર્શકો વગર જ યોજાશે. એટલે કે ખાલી સ્ટેડિયમમાં આઈપીએલની મેચો રમાશે. પણ હવે UAEના આયોજકોએ આશા વ્યક્ત કરી છે કે, આઈપીએલની મેચ જોવા માટે દર્શકો પણ હાજર રહી શકે છે.

UAEના અમીરાત ક્રિકેટ બોર્ડનાં અધિકારીઓએ કહ્યું કે, આ પ્રતિષ્ઠિત ટી20 મેચ દરમિયાન અમુક દર્શકોને સ્ટેડિયમમાં જઈને મેચ જોવાની મંજૂરી મળી શકે છે. બોર્ડના અધિકારીઓએ કહ્યું કે, અમને આશા છે કે આઈપીએલ મેચ દરમિયાન થોડા ફેન્સ હાજર રહેશે. જો કે, કોરોના સંક્રમણને કારણે સ્ટેડિયમમાં પહેલાનો જેવો સામાન્ય માહોલ બનાવી શકાશે નહીં અને ન તો પૂરી રીતે બંધ સ્ટેડિયમમાં મેચ રમાડવી યોગ્ય રહેશે.

ઈસીબીના જનરલ સેક્રેટરી મુબ્બશિર ઉસ્માનીએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, આઈપીએલના યજમાન હોવાને કારણે અમે તમામ ઓથોરિટીની સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને કોરોના સંકટને જોતાં દર્શકોની ઉપસ્થિતિ સહિત તમામ પ્રકારનાં પ્રોટોકોલ પર ચર્ચા કરી રહ્યા છીએ. આઈપીએલ 53 દિવસ સુધી અલગ-અલગ સ્થળો, દુબઈ, શારજહા અને અબૂધાબીમાં રમવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here