‘તારક મહેતા.’ના દર્શકોને મળશે મોટી સરપ્રાઈઝ, આ દિગ્ગજ અભિનેતાએ શોમાં એન્ટ્રી કરી

0
0

ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 12 વર્ષ પૂરા થયા છે. બે દાયકાથી દર્શકોના દિલ પર રાજ કરનારા આ શોએ દરેકને જુદી જુદી રીતે સરપ્રાઈઝ આપી છે. ત્યારે શોમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા, શોમાં દયાબેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. તે જ સમયે આ શોના પ્રેક્ષકોને હવે એક મોટી સરપ્રાઈઝ મળશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક દિગ્ગજ અભિનેતા જોડાવા જઈ રહ્યો છે. આ અભિનેતા કોઈ બીજો નહીં પણ પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર રાકેશ બેદી છે.અભિનેતા રાકેશ બેદીએ ખુદ આ શોમાં જવાની વાતને સ્વીકારી છે.  તે આ શોમાં તારક મહેતાના બોસની ભૂમિકા નિભાવતો જોવા મળશે.

રાકેશ બેદીએ કહ્યું, ‘હા, મેં 14 ઓગસ્ટે આ શો માટે શૂટિંગ શરૂ કર્યું હતું, આ શોના સેટ પર મારો પહેલો દિવસ હતો’. તેમણે એમ પણ કહ્યું કે ‘આ એકદમ રસપ્રદ છે. કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયાં પછી મને આ ભૂમિકા માટે 12 વર્ષ પહેલાં પણ ઓફર મળી હતી.’તેમણે વધુમાં કહ્યું કે, ‘હું આ શોમાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાના બોસનું પાત્ર ભજવી રહ્યો છું. આ પાત્ર પણ પુસ્તકની વાસ્તવિક વાર્તાનો એક ભાગ છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. રાકેશ બેદી કહે છે કે, આ વખતે ફરી શૂટિંગ શરૂ થયું ત્યારે મને ફોન આવ્યો. શોમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે અને મારું પાત્ર પણ રજૂ કરાશે. મારું પાત્ર હંમેશાં શોનો એક ભાગ હતું, પરંતુ તેનો પરિચય થયો નથી અને બતાવવામાં આવ્યો નથી.

રાકેશ બેદી જાણીતા કોમેડી શો ‘ભાભીજી ઘર પર હૈં’માં જોવા મળ્યો હતો. તે અંગુરી ભાભીના પિતાના પાત્ર તરીકે જોવા મળ્યો હતો. તેણે અગાઉ ઘણા જાણીતા કોમેડી શોમાં કામ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here