સુરત : સચિન જીઆઇડીસી પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર વિજિલન્સનો છાપો, 6 ઝડપાયા

0
37

સુરતઃ સચિન જીઆઇડીસી પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર વિજિલન્સ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. જેમાં આશરે છ લાખથી વધુની રોકડ સાથે 6 જેટલા જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી. ઓટો રીક્ષા સહિત અન્ય વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, વિજિલન્સના છાપા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક જુગારીઓ ભાગવામાં સફળ થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here