ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત

0
20

અમદાવાદ, તા. 20 ઓક્ટોબર, 2019,

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટે 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. થરાદ-રાધનપુર-ખેરાલુ-બાયડ-અમરાઇવાડી-લુણાવાડા એમ 6 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે શનિવારે સાંજે પ્રચારના પડધમ શાંત થઇ ગયા છે.

સોમવારે 6 બેઠક પર 14.76 લાખ મતદારો 1781 મતદાન મથક પર મતદાન કરશે. 24 ઓક્ટોબરના મત ગણતરી હાથ ધરાશે. આ 6 બેઠકમાં જ્યાં પેટા ચૂંટણી યોજાવવાની છે તેમાંથી 3માં ભાજપે, બેમાં કોંગ્રેસે જ્યારે 1માં અપક્ષે 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.

ભાજપે આ વખતે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાજી બેઠક પરથી જગદીશ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞોશ સેવકને ટિકિટ આપેલી છે.

બીજી તરફ કોંગ્રેસે થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠકથી જશુભાઇ પટેલ, અમરાઇવાડી બેઠકથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠકથી ગુલાબસિંહ ચૌહાણ, રાધનપુર બેઠકથી રઘુ દેસાઇ, ખેરાલુ બેઠકથી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં રાધનપુર બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

આ વખતે રાધનપુર બેઠકમાં ભાજપે અલ્પેશ ઠાકોરને જ્યારે કોંગ્રેસે રઘુ દેસાઇને ટિકિટ આપેલી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર સામે 14857 મતથી વિજય મેળવ્યો હતો.

અમરાઇવાડી બેઠકમાંથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ પરથી ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે છેલ્લી ઘડીની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ચૂંટણી માટે એસટી નિગમની 156 બસની વ્યવસૃથા કરવામાં આવી છે. મતદાનના દિવસે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે 6 બેઠકો પર 1805 હિથયાર જમા લેવામાં આવ્યા છે. 21 ફ્લાઇંગ સ્ક્વોડ, 15 વિડીયો સર્વેલન્સ ટીમ તૈનાત કરાશે. 400 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

ચૂંટણીમાં કુલ 14.74 લાખ મતદારો છે. જેમાં 7.70 લાખ પુરૂષ-7.04 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ બંનેએ વિજયના દાવા વ્યક્ત કર્યા છે. શનિવારે પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારના અંતિમ તબક્કામાં ભાજપ દ્વારા અમરાઇવાજી ખાતે મહારેલી યોજાઇ હતી.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને ગૃહમંત્રી અમિત શાહની કાર્યશૈલીના કારણે સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની સુનામી સાથે કોંગ્રેસના સુપડા સાફ થશે. તમામ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

પેટા ચૂંટણીનો જંગ

1781

મતદાન મથકો પર મતદાન

14.74

લાખ મતદારો

7.70

લાખથી વધુ પુરૂષ મતદારો

7.05

લાખથી વધુ મહિલા મતદારો

21

સ્ક્વોર્ડ સહિત વિડીયો કેમેરામેનની ટીમ

400

મતદાન મથકો પર વેબકાસ્ટિંગ

પેટાચૂંટણી : કઇ બેઠકો પર જંગ જામશે?

બેઠક

મતદાન મથક

મતદારો

હાલનો પક્ષ

થરાદ

260

2,17,848

ભાજપ

રાધનપુર

326

2,69,842

કોંગ્રેસ

ખેરાલુ

269

2,31,185

ભાજપ

બાયડ

316

2,31,185

કોંગ્રેસ

અમરાઇવાડી

253

2,79,002

ભાજપ

લુણાવાડા

357

2,69,117

અપક્ષ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here