પ્રાંતિજ ખાતે વિજકર્મીઓનુ અભિવાદન કરવામાં આવ્યું.

0
7

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે પ્રાંતિજ જાયન્ટસ ગૃપ તથા ગંજાનદ સોસાયટીના રહીશો દ્વારા વિજકંપનીના વિજકર્મીઓનું તાલીઓ ના નાદ સાથે ફુલ વર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું.

જાન્યસ ગૃપ પ્રાંતિજ તથા ગંજાનદ સોસાયટીના રહીશો દ્વારા અભિવાદન કર્યું.
૪૫ ડીગ્રી ગરમીમાં પણ કામ કરતા વિજકર્મીઓનુ સન્માન કરવામા આવ્યુ.
ફુલ વર્ષા અને તાલીઓ પાડી અભિવાદન કરવામાં આવ્યું.

વિઝન

 

હાલ કોરોના ને લઇને દેશભરમાં મહામારી ફેલાઇ છે ત્યારે સરકાર દ્વારા દેશ ભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે બીજીબાજુ ઉનાળા ની ગરમી ને લઇને લોકો ધરોમાં જ રહે છે અને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન થાય અને લોકો ધરોમા રહે તે માટે પ્રાંતિજ વિજકંપની પણ તટ પર છે. ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાંથી ગમે તે વિસ્તારોમાંથી કપ્લેન આવે કે તરતજ પ્રાંતિજ વિજકંપનીના હેલ્પર કર્મચારીઓ સ્થળ ઉપર દોડી જાય છે અને કોરોના ની કહેર વચ્ચે તેવો પણ તેઓની ફરજ બજાવે છે.

 

 

ત્યારે પ્રાંતિજ જાયન્ટસ ગુપ અને ગંજાનદ સોસાયટીના રહીશો દ્રારા વિજકંપનીના વિજકર્મીઓનું ફુલ વર્ષા કરી અને માસ્ક આપીને તાલીઓ પાડી ને અભિવાદન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જાયન્ટસ પ્રમુખ ર્ડા. કેયુરભાઇ પ્રજાપતિ, વજેશભાઇ ભાવસાર, નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી, હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, ટી.જી.પટેલ, ર્ડા.રાજુભાઈ પટેલ, પ્રસારાજા, પિયુષ શાહ સહિત સોસાયટીના રહીશો સહીત જાયન્ટસ ગ્રુપ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here