વિજાપુર : લાડોલ ગામે લગ્નની વિધિ સમયે અવાજ કરવા બાબતે હુમલો કરાયો

0
7
  • સાળાના લગ્નમાં યુવાન પર ધોકાથી હુમલો,4 સામે ફરિયાદ

વિજાપુર તાલુકાના લાડોલ ગામે લગ્નની વિધિ દરમિયાન થતા અવાજને મુદ્દે બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરનારા 4 વ્યક્તિઓ સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજાપુરના કરશનપુરા ગામના સંજયજી અમરતજી ઠાકોર ગત 15 ફેબ્રુઆરીએ તેમના સાળા પિયુષજી પ્રધાનજી ઠાકોરના ખરોડમાં યોજાયેલા લગ્નમાં ગયા હતા. લગ્નની વિધી ચાલતી હતી તે સમયે ગામના વસંતજી દલાજી ઠાકોરે બુમ બરાડા કેમ કરો છો તેમ કહી સંજયજી સાથે બોલાચાલી કરી હતી.જેમાં સંજયજીએ લગ્ન હોય તો અવાજ તો થાય તેમ કહેતાની સાથે જ ઉશકેરાયેલા વસંજ ઠાકોરે અન્યો સાથે મળી લાકડી વડે હુમલો કર્યો હતો.

જેમાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા સંજયજીના પિતાને પણ મારમાર્યો હતો.લગ્ન પ્રસંગે થયેલા હંગામાને પગલે સંજયજીના સાસરીયાઓએ દોડી જઇ સમજાવીને હુમલાખોરોને મોકલી દીધા હતા. જાનથી મારી નાખવાની ધમકીઓ આપનાર વસંત દલાજી ઠાકોર,રોહીત વસંતજી ઠાકોર,રમેશજી શંકરજી ઠાકોર અને કાળુજી ઉદાજી ઠાકોર સામે લાડોલ પોલીસ સ્ટેશનમા મારામારીનો ગુનો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here