વિજાપુર : સ્વૈચ્છિક બંધની અવધિ હજુ એક અઠવાડિયા માટે લંબાવી

0
3

વિજાપુર તાલુકાના શહેર તેમજ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પણ કોરોનાએ જીવલેણ બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાને નાથવા માટે વિજાપુર તાલુકામાં અઠવાડિયા માટેનું સ્વૈચ્છિક બંધ અમલી કર્યું હતુ. જેનો 9 મે રવિવારે છેલ્લો દિવસ હતો.સ્વૈચ્છિક બંધને કારણે આડેધડ થતી ભીડભાડ નહીં થતી હોવાથી નહિવત પ્રમાણમાં પણ સંક્રમણ ઉપર આંશિક કાબૂ મેળવવા સારી કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ એ સ્વૈચ્છિક બંધની અવધિ હજુ એક અઠવાડિયા માટે લંબાવવાની ફરજ પડી છે.

પાલિકા ચીફ ઓફિસર, પોલીસ ઇન્સપેક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને વેપારીઓની મામલતદારની અધ્યક્ષતામાં મીટિંગ કરી લોકડાઉન 10 થી 17 મે સુધી સ્વૈચ્છિક બંધ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજ-બરોજ કોરોનાનો આંકડામાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની સાચી પરિસ્થિતિ શું છે તે આમ પ્રજાને સાક્ષાત રાખવા જવાબદાર તંત્ર સાચા આંકડા દર્શાવતું નથી.

કેટલાક ગામોમાં કોરોનાથી મૃત્યુ થવા ના પણ સમચારો આવ્યા છે. તાલુકામાં કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં પહોંચી ચુક્યું હોવાથી અને ગ્રામ્ય પ્રજા રસીકરણ માટે સક્રીય બનાવવું જરૂરી બન્યું છે. હાલમાં કેટલાક ગામડાઓમાં સરપંચ તલાટીઓ દ્વારા સ્વૈચ્છિક બંધનો કડક અમલ કરવામાં આવી રહ્યું છે. આ માટે 10 થી 17 મેના રોજ સુધી બજારો રોજ સવાર 6 કલાકથી 12 કલાક સુધી ખુલ્લી રાખી શકશે. જેમાં જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. આ મીટીંગમાં વેપારી સંગઠનો-સદસ્યો અને પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here