કાર્યવાહી : વિજય માલ્યાનો કેસ તપાસનાર ઈડીના ભૂતપૂર્વ ડાયરેક્ટર સીબીઆઇ તપાસના રડારમાં

0
23

નેશનલ ડેસ્ક:ગત વર્ષે નિવૃત થનાર આઇપીએસ અધિકારી અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (પ્રવર્તન નિર્દેશાલય)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર કરનાલ સિંઘ વિરુદ્ધ સીબીઆઇ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ બેનામી સંપતિના મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા બેનામી સંપત્તિ મુદ્દે સીબીઆઇને ફરિયાદ કરવામા આવી હતી. જેના અનુસંધાને આ તપાસ શરુ કરવામાં આવી છે.

સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે દોઢ મહિના પહેલા આ ફરિયાદ મળી હતી. તેના અનુસંધાને હજુ ફરિયાદ દાખલ નથી થઇ. અત્યારે આ ફરિયાદની ખરાઇ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ચોક્કસ નિર્ણય પર આવ્યા પછી સિંઘ વિરુદ્ધ ફરિયાદ અને યોગ્ય તપાસ શરુ કરવામાં આવશે.

કોણ છે કરનાલ સિંઘ ?

કરનાલ સિંઘ 1984 બેચના યુનિયન ટેરીટરીઝ કેડરના આઇપીએસ અધિકારી છે. તેમણે 27 ઓક્ટોબર 2016ના ઈડીના ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિવૃત થયા હતા. સિંઘના અધ્યક્ષપદે ઇડીએ 36000 કરોડની ચલ અને અચલ સંપત્તિને જપ્ત કરી હતી. આ પહેલાના દસ વર્ષમાં માત્ર 9000 કરોડની સંપતિ ઈડી દ્વારા એટેચ કરવામાં આવી હતી.

સિંઘને વીવીઆઇપી હેલિકોપ્ટર કેસ, ભૂતપુર્વ નાણામંત્રી પી.ચિદંબરમ ના પુત્ર કાર્તી વિરુદ્ધનો કેસ, નિરવ મોદી તેમજ વિજય માલ્યાના મની લોન્ડરીંગ કેસની તપાસનો શ્રેય મળ્યો છે.
સિંઘના નેતૃત્વમાં ઈડીમાં કામ કરતા સ્ટાફની સંખ્યા ગત ત્રણ વર્ષમાં 682થી વધીને 1033 થઇ હતી. દેશમાં છ ખાસ નવી ફોરેન્સિક લેબોરેટરી પણ સિંઘના કાર્યકાળમાં બની હતી. ઈડીમાં નિમણૂક પહેલા તેઓ દિલ્હી પોલીસની ઇલાઇટ સ્પેશલ સેલમાં ફરજ બજાવતા હતા. દિલ્હીમાં કેટલાય બોમ્બ બ્લાસ્ટને લગતા ગુનાઓમાં તપાસ કરવાથી લઇને ગુનાખોરીના રેકર્ડને કોમ્પ્યુટરાઇઝ કરવા માટે તેમને શ્રેય આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here