વિજય રૂપાણી એર એમ્બ્યુલન્સથી રાજકોટ પહોંચી પત્ની સાથે મત આપ્યો, ઓછા મતદાનથી CM ચિંતિત

0
12

કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, ચૂંટણી પંચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પણ મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં CM વિજયભાઈ રૂપાણી કોરોનાગ્રસ્ત છે, માટે તેમણે કોરોનાની ગાઈડ લાઇન્સને અનુસરી એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટ આવ્યા હતા અને CM વોર્ડ નં-10 સ્થાનિક ઉમેદવાર હોવાથી તેમણે રૈયા રોડ પર આવેલ અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્નિ અંજલીબેન રૂપાણી સાથે ફેસશીલ્ડ અને માસ્ક પહેરી મતદાન કર્યુ હતું. વિજય રૂપાણી ઓછા મતદાનને કારણે ચિંતિત જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે, ​​​​​​બાકી રહેલા મતદારો ઝડપથી મતદાન કરે.

બાકી રહેલા મતદારો ઝડપથી મતદાન કરે – CM વિજય રૂપાણી

મતદાન બાદ CM વિજય રૂપાણીએ ચૂંટણી વિશે નિવેદન જણાવ્યું હતું કે, ભગવાનનો આભાર માનું છું મને જલ્દી અને સારી સારવાર મળી માટે સ્વસ્થ થઇ ગયો છું, હું હોસ્પિટલમાંથી રજા મેળવી સીધો મત દેવા આવ્યો છું. અને બાકી રહેલા મતદારોને ઝડપથી મતદાન કરવા અપીલ કરું છું, લોકશાહીમાં મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે, તો જલ્દી થી જલ્દીથી મતદાન કરી કરી લોકશાહી ઉજ્જવળ બનાવીએ. મને ગર્વ છે કે સૌએ ગુજરાતની પ્રતિષ્ઠાને જાળવી રાખી મતદાન શાંતિ પૂર્વક કર્યું છે. ​​​

લોકશાહીમાં મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે - CM વિજય રૂપાણી

લોકશાહીમાં મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે – CM વિજય રૂપાણી

ભાજપ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરી દેશે.

કોરોના અંગે વાત કરતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે,જો કોરોનાના લક્ષણો જણાય તો ઝડપથી ટેસ્ટ કરી સારવાર કરાવવી જોઇએ, મેં પણ સરકારી હોસ્પિટલમાં લીધી છે માટે સારવાર બાબતે કોઇએ ચિંતા ન કરવી જોઇએ. ચૂંટણીમાં અમારો એક જ મુદ્દે છે અને એ છે ‘વિકાસ’, માટે સૌ વિકાસને ધ્યાનમાં રાખી મતદાન કરશે તો અવશ્ય અકલ્પનિય પરિણામ આવશે.અને ભાજપ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરી દેશે.

ચૂંટણીમાં અમારો એક જ મુદ્દે છે અને એ છે 'વિકાસ' - CM વિજય રૂપાણી

ચૂંટણીમાં અમારો એક જ મુદ્દે છે અને એ છે ‘વિકાસ’ – CM વિજય રૂપાણી

એક સપ્તાહ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે મતદાનનો સમય સાંજે 5 થી 6 વાગ્યાનો છે, ત્યારે વોર્ડ નં-10 ના મતદાર CM વિજય રૂપાણી સાંજે 5:13 વાગ્યે અનિલ જ્ઞાન મંદિર શાળામાં રૂપાણી દંપતીએ મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીએ પણ આજે CM સાથે પોતાના કિંમતી અને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.

એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટ આવ્યા હતા

એર એમ્બ્યુલન્સ મારફત રાજકોટ આવ્યા હતા

CM ચૂંટણીના પ્રચારમાં જોડાઈ શક્યા ન હતા

વડોદરા ખાતે ચૂંટણી લક્ષી સભા સંબોધન બાદ તબિયત લથડયા બાદ બીજા દિવસે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો માટે કોરોના સંક્રમિત હોવાથી આજની ચૂંટણીમાં CM વિજય રૂપાણીએ કોવીડને ધ્યાને રાખીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન એ રાજકોટ છે અને રાજકોટમાં કોઇ પણ ચૂંટણી હોય તો તે ચૂંટણીના પ્રચારમાં અને મતદાનમાં મુખ્યમંત્રીની અચૂક હાજરી જોવા મળતી હોય છે ત્યારે આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હોવાથી ચૂંટણીના પ્રચારમાં જોડાઈ શક્યા ન હતા પંરતુ કોવિડની ગાઇડલાઇન્સને અનુસરીને CM મતદાન કરશે.

CM વિજય રૂપાણીએ કોવીડને ધ્યાને રાખીને મતદાન કર્યું હતું.
CM વિજય રૂપાણીએ કોવીડને ધ્યાને રાખીને મતદાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here