ગાંધીનગર : ૧૯થી ૨૩ ઓકટોબર વિજય રૂપાણી ઉઝબેકિસ્તાન ની મુલાકાત લેશે

0
22

ગાંધીનગર : ૧૯થી ૨૩ ઓકટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યના આઈએએસ અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ઉઝબેકિસ્તાનની બીજી વાર મુલાકાત લેશે. તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ સાથે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ અને બિઝનેસમેન ડેલિગેશને ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી.

હવે ગુજરાતમાંથી વધુ એકવાર ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓ અને સરકારના ઉદ્યોગ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથેનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન ઉઝબેકિસ્તાનના એન્ડીજેન રિજનની બિઝનેસ વિસ્તરણ અને પરસ્પર સહયોગ માટે ખાસ મુલાકાત લેશે. જેમાં ડાયમંડ સહિત અન્ય ઉદ્યોગોની ગુજરાત સાથેની વ્યાપાર સંભાવનાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરાશે અને કરાર થશે. આ મુલાકાતના આયોજનમાં વેપાર સંગઠન એસોચેમ આયોજન સાથે સંકળાયેલી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રશિયા ઉઝબેકિસ્તાનની ઉચ્ચસ્તરીય ડેલિગેશનમાં જે બિઝનેસમેન જોડાઈ રહ્યાં છે.

તેમાં એસોચેમના નેશનલ પ્રેસિડેન્ટ અને વેલસ્પન જૂથના વડા બાલક્રિહ્મ ગોયન્કા, એસોચેમ ગુજરાતના કો-ચેરમેન અને વેલસ્પનના ચિંતન ઠકકર, રિયાલન્સમાંથી કેપ્ટન મહાજન, સૌરભ અગ્રવાલ, કિરી ડાઈજના મીનીષ કિરી, અદાણી જૂથમાંથી સૌરીન શાહ, દેવ આઈટીના જૈમીન શાહ, ધારાસભ્ય હર્ષ સંઘવી, હોકકોના પ્રદીપ ચોના, વિપુલ ઠકકર, કની પંડયા, અક્ષર ટ્રાવેલ્સના મનીષ શમાર્‌, પ્રણવ જોશી, જગદીશ ડોલરિયા, પંકજ લોધિયા, જીજીઈપીસીના ગુજરાત રિજનના હેડ દિનેશ નાવડિયા, રાજેશ મજીઠિયા, નિશાંત મજીઠિયા, સંજય શાહ, સંદિપ દવે, સૌરભ સાંન્યાલ, કની પંડયા, પ્રણવ જોશી, સંજય શાહ, સંદિપ દવેનો સમાવેશ થાય છે.

કૃષિ અને સહકાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેઠરી પૂનમચંદ પરમાર, ચીફ મિનિસ્ટર ઓફિસ અને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી એમ.કે.દાસ, ટુરિઝમ સેક્રેટરી મમતા વમાર્‌, ઈન્ડસ્ટીઝ કમિશનર રાહુલ ગુપ્તા, ઈન્ડેક્ષ્‍ટ-બીના એમ.ડી.નિલમ રાની, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી કે.એસ.રંધાવા, ચીફ મિનિસ્ટર ઓફિસના ઓએસડી ડીએચ શાહ, ઈન્ડેક્ષ્‍ટ-બીના જનરલ મેનેજર આદિત્ય સિંઘ, કેપીએમજીના ડિરેકટર સોનલ વાઘેલાનો પણ પ્રતિનિધિમંડળમાં સમાવેશ થાય છે. આ અગાઉના ડેલિગેશનમાં ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here