Sunday, October 17, 2021
Homeબનાસકાંઠા : વિજય રૂપાણીએ પત્ની સાથે માં અંબાજીનું પૂજન અર્ચન કર્યુ, રથયાત્રામાં...
Array

બનાસકાંઠા : વિજય રૂપાણીએ પત્ની સાથે માં અંબાજીનું પૂજન અર્ચન કર્યુ, રથયાત્રામાં પહિંદ વિધિ બાદ અંબાજી પહોંચ્યા

અંબાજી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમિયાન 3 મહિના લોક ડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે  અંબાજી પહોંચી ને આજે સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

 

CM નો અમદાવાદ ગાંધીનગર બહાર પહેલીવાર લોકડાઉન બાદ પ્રવાસ

મુખ્યમંત્રીએ લોક ડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ અને ગાંધીનગર  બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશક્તિ જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે. તેમણે આદ્યશકિત માં અંબાજી  સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી માં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.

 

રિપોર્ટર : મહેશ સિનેમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments