વિજયવાડા સુવર્ણ પૅલેસ : કોવિડ કૅર સેન્ટરમાં ભીષણ આગ લાગતાં 11નાં મૃત્યુ

0
4

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં સુવર્ણ પૅલેસ નામની એક હોટલમાં લાગેલી આગમાં અગિયાર લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 20 લોકોને ઈજા પહોંચી છે.

જે હોટલમાં આગ લાગી હતી, એ હોટલ એક ખાનગી હૉસ્પિટલ દ્વારા લીઝ પર લેવાઈ હતી અને અહીં કોવિડ-19ના દરદીઓની સારવાર કરાઈ રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે આગ લાગી ત્યારે ત્યાં દરદીઓ અને સ્ટાફ સહિતી 43 લોકો હાજર હતા. અધિકારીઓને મૃતકોનો આંક વધે એવી આશંકા છે.

ઘટનાને પગલે દરદીઓને બીજી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.

આંધ્ર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

સવારે પાંચ વાગીને નવ મિનિટે પોલીસને આગ લાગી હોવાની જાણ થઈ હતી. પાંચ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, આ સાથે જ બચાવ કામગીરી માટેની ટીમ પણ આવી પહોંચી હતી.

5.45 વાગ્યે આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કરોના વાઇરસના નવા 10008 કેસો નોંધાયા છે અને રાજ્યમાં ચેપગ્રસ્તોનો કુલ આંક બે લાખને પાર કરી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here