Monday, October 25, 2021
Homeદહેગામ : વેલપુરા ગામે નર્મદાનું પીવાનું પાણી લીકેજ : પાણીનો બગાડ થતા...
Array

દહેગામ : વેલપુરા ગામે નર્મદાનું પીવાનું પાણી લીકેજ : પાણીનો બગાડ થતા ગ્રામજનો પરેશાન : ગ્રામજનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ.

 

દહેગામ તાલુકાના વેલપુરા ગામે નર્મદાનું પીવાનું પાણી લીકેજ થતાં પાણીનો બગાડ થતા ગ્રામજનો પરેશાન.
છેલ્લા છ વર્ષથી નર્મદા પાઇપલાઇન લીકેજ થતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતાં નથી.
ગ્રામજનોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ : ગામના આગેવાનોની વારંવાર રજૂઆતો છતાં ધ્યાન આપવામાં આવતું નથી.

 

 

દહેગામ તાલુકાના વેલપુરા ગામે છેલ્લા 6 વર્ષથી નર્મદાનું પીવાનું પાણીનો બગાડ વેલપુરાના ગ્રામજનો આ માર્ગ ઉપર છેલ્લા છ વર્ષથી રસ્તામાં પાણી ભરાતા ગ્રામજનો પારાવાર પરેશાની સામનો કરી રહ્યા છે.

બાઈટ : સીતાબેન સરપંચ, વેલપુરા ગામ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વેલપુરા ગામના સરપંચ સીતાબેન રાઠોડ, ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ ગ્રામજનોની રજૂઆત થવા પામી છે કે સરકાર તરફથી અમારા ગામના પાસેથી નર્મદા ની પીવાના પાણીની પાઇપ લાઇન પસાર થાય છે અને આ પાઈપલાઈન છેલ્લા 6 વર્ષથી લીકેજ થતી હોવાથી વેલપુરાના ગ્રામજનો અને વાહનચાલકો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

બાઈટ

તેમજ પીવાના પાણીનો બગાડ થતો હોવાથી આ ગામના ગ્રામજનો એ ઉગ્ર દેખાવો કરીને જણાવ્યું છે કે છેલ્લા 6 વર્ષથી અમે લાગતા વળગતા તંત્રને રજૂઆત કરવા છતાં આ પાણી બંધ કરવામાં આવતું નથી. તેથી અમારા ગામના મુખ્ય માર્ગ ઉપર ચોમાસા જેવો માહોલ સર્જાય છે. તો લાગતા-વળગતા તંત્રે વેલપુરા ગામની સમસ્યા બાબતે તાત્કાલિક તકેદારીના પગલાં ભરે તેવી આ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments