અરવલ્લી : શામળાજી પાસે રંગપુરના ગામલોકોએ NH 8 પર ચક્કાજામ કર્યો, 8 કિમી લાંબી કતારો

0
0

ભિલોડા: શામળાજી પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે 8 પર રંગપુરના ગામ લોકોએ ચક્કાજામ કર્યો હતો. જેને પગલે બંને બાજુ 8 કિમી લાંબો વાહનોની કતાર લાગી હતી.

ઓવરબ્રીજની માંગ
રંગપુર ગામના લોકો ગામ પાસે પસાર થતાં નેશનલ હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા માંગ કરી રહ્યા છે. ગામની સામેની તરફ જવા માટે વિદ્યાર્થીઓ અને પશુપાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

અકસ્માતને પગલે આક્રોશ
રંગપુરના લોકોએ ભૂતકાળમાં થયેલા અકસ્માતો અને થતાં ટ્રાફિક જામને પગલે ચાર દિવસ પહેલા જ આવેદન આપીને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જોકે, કાર્યવાહી ન થતા રંગપુરના ગ્રામજનો, પશુપાલકોએ ચક્કાજામ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here