દહેગામ તાલુકાના સલકી ગામથી જાલીયાના મઠ જવાનો કાચો રોડ પેવર કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ

0
0

દહેગામ તાલુકાના સલકી ગામથી જાલીયાના મઠ જવાનો કાચો માર્ગ છેલ્લા દસ વર્ષથી પેવર નહી થતા ગ્રામજનો ત્રાહીમામ પોકારી જવા પામ્યા છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ સલકી ગામના સરપંચ અને આગેવાનોની રજુઆત થવા પામી છે કે અમારે સલકી ગામથી રાગણી માતાના મંદીર આગળ થઈ જાલીયાના મઠ, ખાનપુર રખિયાલ, સાંપા ગામે જોડતો માર્ગ સીધો પડતો હોવાથી હાલમા આ રોડ કાચો હોવાથી ચોમાસામા પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો અને બાઈક ચાલકો તેમજ ઘાસચારો લઈને આવતી મહિલાઓ આ માર્ગે થઈને નીકળતા ભારે હેરાન પરેશાન થવાની માહિતી સાંપડી છે. આ કાચો માર્ગ છેલ્લા દસ વર્ષથી પેવર કરવામા આવતો નથી.

 

અને આ બાબતે તાલુકાના આગેવાનો અને ઉચ્ચ કક્ષાએ સ્થાનિક સરપંચે ગ્રામ પંચાયતના ઠરાવ સાથે લેખીત રજુઆત આપવા છતા આ કાચો માર્ગ પેવર નહી થતા આ વિસ્તારના રહીશો અને આ રસ્તા ઉપર પસાર થતા રાહદારીઓ, ગ્રામજનો અને મહિલાઓ ચોમાસાની ઋતુમા ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે સલકી ગામના સરપંચ સોમાજી ઠાકોરે આ રસ્તો પેવર થાય તે માટે રજુઆતો કરી છે. અને સલકી ગામના ગ્રામજનો હાલમા ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો સ્થાનિક ધારાસભ્ય અને સરકારે આ ગામની રજુઆત પ્રત્યે ધ્યાન આપવા પ્રત્યે ઉગ્ર રજુઆત કરવામા આવી છે.

બાઈટ : સોમાજી રામાજી ઠાકોર, સરપંચ, સલકી

 

  • હાલમા ચોમાસામા આ માર્ગમા પાણી ભરાઈ જતા ઘાસચારો લઈને આવતી મહિલાઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે
  • છેલ્લા દસ વર્ષથી આ કાચો રોડ ઉપર પેવર નહી થતા આ ગામના ગ્રામજનો અને મહિલાઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે
  • આ બાબતે સલકી ગામના સરપંચે ગ્રામ પંચાયતમા ઠરાવ આપેલો હોવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી તેથી લાગતા વડગતા તંત્રએ તકેદારીના પગલા લેવા જોઈએ

રિપોર્ટર  : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here