દિયોદર તાલુકાની 16 જેટલી દૂધ મંડળીઓ સહિત ગામોને સેનેટાઈઝ કરવામાં આવ્યા.

0
8
કોરોનાની મહામારીને લઈ ને હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાથી બચવા માટે આરોગ્ય વિભાગ સહિત સહકારી સંસ્થાઓ દ્વારા પણ દિયોદર તાલુકાની 16 જેટલી દુધ મંડળીઓ તેમજ સંપૂર્ણ ગામને સેનેટરાઇજ કરવા આવ્યું હતું.
બનાસડેરીના બોર્ડ ઓફ ડિરેકટર ટી .વી. પટેલ સહિત દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ તેમજ સુપરવાઈઝરઓ અને દૂધ મંડળીઓના મંત્રીઓ અને ગામ લોકોના સહયોગથી દિયોદર તાલુકાની 16 દૂધ મંડળીઓને સેનેટરાઇજ કરવામાં આવી છે. જેમાં મખાણું રૈયા, હરિપુરા, ધનકવાડા, છાપરા, રોજીયાપરા, ગાંગોલ, સોની, કોટડા (ફો), નવા વાસ (કો. ફો ) આ તમામ ગામોમાં અને દૂધ મંડળીઓમાં તમામ જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here