નિર્ભયાનાં દોષી વિનય શર્માએ એવી વસ્તુ ગળવાનો પ્રયત્ન કર્યો કે અધિકારીઓ ચોંકી ગયા.

0
26

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી વિનય શર્માએ સ્ટેપલ પિન ગળી જવાનો પ્રયાસ કર્યો છે. તેની પર નજર રાખી રહેલા જેલના કર્મચારીઓએ તેને સમયસર રોકી દીધો હતો, ત્યારબાદ તિહાડ જેલનાં અધિકારી વિનયને જેલ હૉસ્પિટલ પણ લઈ ગયા અને તેની સારવાર કરાવી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેણે દીવાલ સાથે માથું ફોડીને પોતાની જાતને ઘાયલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

નવા ડેથ વોરન્ટ બાદ વિનયની માનસિક સ્થિતિ ખરાબ!

એક જેલ અધિકારીએ જણાવ્યું કે તેઓએ અક્ષય અને વિનયને પૂછ્યું કે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માંગો છો? સાથોસાથ તેઓએ કહ્યું કે દર અઠવાડિયે બે વાર નિયમિત મુલાકાતની સુવિધા ચાલુ છે. નવા ડેથ વોરન્ટ બાદ વિનયની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દોષિતો પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે

અધિકારીઓએ જણાવ્યું કે, ડેથ વોરન્ટ જાહેર થયા બાદથી વિનયનો વ્યવહાર હિંસક થઈ ગયો છે. જેલ પ્રશાસને જણાવ્યું કે જેલમાં વિનયની શારીરિક અને માનસિક હાલત સ્થિર છે. દોષિતો પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. આ કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેવા ચારેય દોષિતો પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે અને સીસીટીવી દ્વારા અધિકારીઓ પણ તેમની પર સતત નજર રાખી રહ્યા છે.

ઓછું ભોજન લઇ રહ્યા છે દોષિતો

સૂત્રોનું કહેવું છે કે ચારેય દોષિતો, મુકેશ, અક્ષય, વિનય અને પવન રોજની જેમ ખાવાનું ખાઈ રહ્યા છે જોકે ભોજનની માત્રા ઓછી થઈ ગઈ છે. નવું ડેથ વોરન્ટ જાહેર થયા બાદ વિનય શર્માનાં વ્યવહારમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ દોષી પરિવારના 3 કે 3થી વધુ સભ્યોને મળવાની મંજૂરી આપવામાં આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here