જાહેરનામાનો ભંગ:વસ્ત્રાલમાં જાહેર રોડ પર કેક કાપી અને ફટાકડા ફોડી ઉજવણી, 25 ટોળામાંથી એકને જ રામોલ પોલીસ પકડી શકી

0
0
  •  ટોળું રોડ પર ફટાકડાં ફોડી ઉજવણી કરતા હોવાના મેસેજ બાદ 3 જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે ગયા

સીએન 24 સમાચાર

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં નિજપાર્ક શોપિંગ સેન્ટર સામે જાહેર રોડ પર ટેબલ પાથરી 20થી 25 લોકો બર્થ ડેની ઉજવણી કરતા હતા. કેટલાક લોકો માસ્ક વગર જાહેરમાં આવી ઉજવણી અને રોડ પર ફટાકડા ફોડતા હોવાને લઇ રામોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસ પહોંચતા જ યુવકો નાસી ગયા હતા. રામોલ પોલીસે એક શખ્સની ધરપકડ કરી બાકીનાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

જાહેર રોડ પર 20થી 25 લોકો ભેગા થયા હતા
રામોલ પોલીસને મોડી રાતે કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે નિજપાર્ક શોપિંગ સેન્ટર સામે મેટ્રો પિલર 142 જોડે જાહેર રોડ પર 20થી 25 લોકો ભેગા થયા છે. ટેબલ પર કેક મૂકી સોશિયલ ડિસ્ટનસ જાળવ્યા વગર ઉભા છે. માસ્ક પહેર્યા વગત ચિચયારીઓ પાડે છે અને જાહેર રોડ પર ફટાકડા પણ ફોડે છે. જેથી રામોલ પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની ગાડી આવતા જોઈને જ યુવકો ત્યાંથી નાસી ગયા હતા. પોલીસના હાથમાં એક યુવક આવી ગયો હતો જેનું નામ નીરજ માલિવાડ (ઉ.વ.40. રહે. કલ્પતરું રેસિડેન્સી, વસ્ત્રાલ) હોવાનું જણાવ્યું હતું.

ઉજવણી સમયે માસ્ક હતા કે નહીં તેના વીડિયો કબ્જે નથી કર્યા
પોલીસે નિરજની વધુ પૂછપરછ કરતા તેના મિત્ર યશ ખટિકનો જન્મદિવસ હોવાથી બધા ભેગા થયા હતા. બીજા લોકોના નામ પોતે જાણતો નથી. રામોલ પીઆઇ કે.એસ.દવેએ જણાવ્યું હતું કે જાહેરમાં રોડ પર ભેગા થઈ ઉજવણી કરતા હતા. જાહેરનામા ભંગનો સામાન્ય ગુનો છે. ઉજવણી કરતા હોવાના કે માસ્ક હતા કે નહીં તેના વીડિયો કબ્જે નથી કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here