આક્રોશ : મેક્સિકોમાં 43 વિદ્યાર્થી લાપતા થયાને 5 વર્ષ પૂરાં થવા પર હિંસા અને લૂંટ

0
0

મેક્સિકો સિટીઃ મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી સહિત સમગ્ર દેશમાં શુક્રવારે રાત્રે મોટા પાયે હિંસા અને લૂંટની ઘટનાઓ બની. પોલીસે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કરતાં આ હિંસા થઇ. દેશભરમાં 2 લાખથી વધુ લોકો 5 વર્ષ અગાઉ લાપતા થયેલા 43 સ્ટુડન્ટ માટે ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. આ દેખાવોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને જોડાયા હતા. તેમણે દુકાનો, હોટલો અને ઓફિસોમાં તોડફોડ-આગચંપી કરી. દેખાવકારોમાં લાપતા સ્ટુડન્ટ્સના વાલીઓ પણ સામેલ હતા. લોકોનું કહેવું છે કે સરકાર આ ઘટનાની નવેસરથી તપાસ માટે સમિતિ રચે. મામલાની તપાસ ચાલુ છે. આ મામલે 140 લોકોની ધરપકડ કરાઇ હતી. તેમાંથી 77 શંકાસ્પદ લોકોને તાજેતરમાં છોડી મુકાયા છે.

ઘટના શું હતી: 43 વિદ્યાર્થીને પોલીસે ડ્રગ્સના તસ્કરોને સોંપી દીધા હતા

2014ની 26 સપ્ટેમ્બરે મેક્સિકોમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ડ્રગ્સ વિરુદ્ધ દેખાવ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રોક્યા અને 43 સ્ટુડન્ટની ધરપકડ કરી. ભ્રષ્ટ પોલીસે તેમને ડ્રગ્સના તસ્કરોના હવાલે કરી દીધા હતા. તસ્કરોએ તેમને ડ્રગ્સનો ડોઝ આપી દીધો હતો. ત્યારથી સ્ટુડન્ટ્સ લાપતા છે.

  • આ ઘટનાએ મેક્સિકોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું અને વિશ્વએ તેની સખત ટીકા કરી. નવા રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુલ લોપજે ઘટનાની તપાસ માટે ટ્રૂથ કમિશનની રચના કરી છે.
  • મેક્સિકો પોલીસના કહેવા મુજબ દેશમાં 40 હજાર લોકો લાપતા છે પણ પોલીસે આ ઘટનાઓમાં આજદિન સુધી એક પણ વ્યક્તિ સામે રિપોર્ટ પણ નોંધાયો નથી.

5 વર્ષથી શબની શોધખોળ ચાલુ

43 લાપતા સ્ટુડન્ટ્સના શબની શોધખોળ 5 વર્ષથી ચાલુ છે. શુક્રવારે પણ પોલીસે ઘણા સ્થળે જેસીબીથી ખોદકામ કર્યું.

એક હજાર દુકાનોમાં તોડફોડ થઇ

રાજધાની મેક્સિકો સિટીમાં અંદાજે એક હજાર દુકાનોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here