મારામારી : સિહોર-સોનગઢ હાઈવે પર આવેલા પેટ્રોપંપના સંચાલક પર હુમલોની ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ

0
0

સિહોર-સોનગઢ હાઈવે પર આવેલા એક પેટ્રોપંપના સંચાલક સાથે સામાન્ય બાબતે મોટા સુરકા ગામનાં શખ્સે ઉશ્કેરાઈ જઈ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પેટ્રોલપંપના સંચાલકે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ પાલિતાણાના વતની અને હાલ સિહોરમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા બળદેવસિંહ ગિરીરાજ સિંહ સરવૈયાએ સિહોર પોલીસ સ્ટેશનમાં મોટા સુરકા ગામનાં વિજય રાજપૂત નામનાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તે તેમના પેટ્રોપંપ પર બેઠા હતાં તે દરમિયાન વિજય ઘોડા પર સવાર થઈને આવી “તું મારી સામે કાતર કેમ મારે છે” તેમ કહી બિભત્સ ગાળો આપતાં ફરિયાદીએ ગાળો આપવાનીના પાડતાં વિજયે ઉશ્કેરાઈ જઈ હુમલો કરી ઝપાઝપી કરી હતી.

આ ઉપરાંચ તારા પેટ્રોપંપને લૂંટી લેવો છે અને તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. સાથે માથાકૂટમાં વચ્ચે પડેલા પેટ્રોપંપના કર્મચારીઓને પણ જોઈ લેવાની ધમકી આપી હતી. આ અંગે બળદેવ સિંહે સિહોર પોલીસ સ્ટેશનમાં વિજય રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here