બંગાળમાં હિંસા યથાવત, ભાજપે ટીએમસીના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો

0
4

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હજારોની સંખ્યામાં અર્ધલશ્કરી દળોને બંગાળમાં ઉતારવામાં આવ્યા હોવા છતા હિંસાનો દોર યથાવત છે.

શનિવારે બંગાળમાં એક મોટી હિંસક ઘટના બની છે. બંગાળના બાંકુરા જિલ્લામાં એક ભાજપ કાર્યાલય પર શુક્રવારની મોડી રાતે હુમલો કરવામાં આવ્યો હતો. એ પછી હુમલાખોરોએ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી. આગ લાગવાથી આખુ કાર્યાલય બળીને રાખ થઈ ગયુ છે. ભાજપે ટીએમસીના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

ભાજપનુ કહેવુ છે કે, ટીએમસીના ગૂંડાઓએ પાર્ટી કાર્યાલય પર હુમલો કર્યોહ તો. જેમાં ભાજપના એક કાર્યકરને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. શુક્રવારે રાતે 100 કરતા વધારે ટીએમસી ગૂંડાઓ હુમલો કરવા માટે આવ્યા હતા. તેમની પાસે હથિયાર પણ હતા.

દરમિયાન આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તનાવ છે અને સુરક્ષાબળોને મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે. ભાજપનો આરોપ છે કે, તાજપુર ગામના લોકો છેલ્લા 10 વર્ષથી વોટિંગ કરી શકતા નહોતા. આ વખતે તેમણે મોટી સંખ્યામાં મતદાન કર્યુ હોવાથી બદલો લેવા માટે ટીએમસીના ગૂંડાઓએ પ્લાનિંગ કરીને હુમલો કર્યો છે.

બીજી તરફ ટીએમસીએ આરોપ મુક્યો છે કે, ભાજપે રાજમાધવપુરમાં અમારા કાર્યકરો પર હુમલો કર્યો છે. જેમાં બે કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દરમિયાન કાર્યાલય સળગાવવાના વિરોધમાં ભાજપે દેખાવો કરીને ટીએમસીના ઉમેદવાર અમજદની ધરપકડની માંગ કરી હતી. ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે, પોલીસ પણ અમજદની જ મદદ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here