બેંગલુરુમાં હિંસા : વાંધાજનક ફેસબુક પોસ્ટ અંગે હિંસા ભડકી, પોલીસ ફાયરિંગમાં 2 લોકોના મોત, 60 પોલીસકર્મી ઘાયલ; 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ

0
7

બેંગલુરુમાં મંગળવારની રાતે એક વિવાદીત ફેસબુક પોસ્ટ અંગે હિંસા ભડકી હતી. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. સાથે જ 60થી વધુ પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. જેમાંથી એક એડિશનલ પોલીસ કમિશનર પણ સામેલ છે.

હિંસા શહેરના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. હાલ અહીંયા કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. સાથે જ આખા બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપીની ધરપકડ
આરોપ છે કે કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજા નવીને એક સમુદાય માટે વાંધાજનક પોસ્ટ કરી હતી. આનાથી એ સમુદાયના લોકો ઉશ્કેરાયા હતા. કમિશનર કમલ કાંતે જણાવ્યું કે, આરોપી નવીનની ધરપકડ કરી લેવાઈ છે. કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મર્ઈએ કહ્યું કે, હિંસાગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસફોર્સ તહેનાત કરવામાં આવી છે. ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ ધારાસભ્યના ઘરની બહાર આગચંપી કરાઈ
કોંગ્રેસ ધારાસભ્ય મૂર્તિના ઘરે તોડફોડ અને બહાર આગચંપી કરવામાં આવી હતી. ગાડીઓમાં આગ ચાંપી દેવાઈ હતી. ધારાસભ્યોએ લોકોને હિંસા ન કરવાની અપીલ કરી છે. તેમણે વીડિયો સંદેશમાં કહ્યું કે, હું લોકોને અપીલ કરું છું કે ઘણા ઉપદ્રવીઓની ભૂલોનો કારણે આપણે હિંસામાં જોડાવું ન જોઈએ.

ધારાસભ્યના ભત્રીજાએ કહ્યું- ID હેક થઈ ગયું હતું
કોંગ્રેસ ધારાસભ્યના ભત્રીજાએ આ કેસમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેનું ફેસબુક એકાઉન્ટ બેક થઈ ગયું હતું. તેણે કોઈ પણ ધર્મ અંગે કોઈ પણ જાતની ટિપ્પણી કરી નથી. ધારાસભ્ય મૂર્તિએ પણ ભત્રીજાના બચાવમાં નિવેદન જાહેર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here