Tuesday, March 18, 2025
Homeહિંસા : વડાલીમાં પુન: જૂથ અથડામણ, PSIને તલવાર વાગી, ગામમાં તંગ માહોલ
Array

હિંસા : વડાલીમાં પુન: જૂથ અથડામણ, PSIને તલવાર વાગી, ગામમાં તંગ માહોલ

- Advertisement -

વડાલી: ધરોઈ માર્ગ પર શનિવારે સાંજે છેડતી બાબતે થયેલ લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે થયેલ જૂથ અથડામણ બાદ પથ્થરમારો થતા કેટલાક લોકો ઘાયલ થયા હતા. જે બાદ રવિવારે સાંજે 4 કલાકે બંને જૂથ ફરી તિક્ષ્ણ હથિયારો લઈ સામસામે આવી જઈ જૂથ અથડામણ કરી અનેક વાહનોના કાચ તોડી ઘરોને વ્યાપક નુકસાન કરી ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જૂથ અથડામણમાં વડાલી પી.એસ.આઈ.પી.પી.જાની જીવના જોખમે વચ્ચે પડતા તેમના જમણા હાથે તલવાર વાગતા ઇજાગ્રસ્ત થયા હતા તેમ છતાં લોહીલુહાણ હાથ પર રૂમાલ બાંધી પી.એસ.આઈ.ઘટનાસ્થળે અડગ રહેતા લોકોએ તેમની સરાહના કરી હતી. આ ઘટનાને લઈ ધરોઈ માર્ગ અને કસ્બામાં પોલીસ કાફલો ખડકી દઈ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

રવિવારે સાંજે ફરીથી સશસ્ત્ર અથડામણ
વડાલીના ધરોઇમાર્ગ પર શનિવારે માંડી સાંજે માંસાહારની દુકાનો પર છેડતી બાબતે લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં પથ્થરમારો થતા લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. સમજાવટ કરતા બંને જૂથ વચ્ચે સમાધાન થઈ જતા મામલો થાળે પડ્યો હતો. જે બાદ એકાએક રવિવારે સાંજે 4 વાગે બંને જૂથ તિક્ષ્ણ હથિયારો લઈ સામસામે આવી જતાં બંને જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો કરવામાં આવતા તેમાં અનેક લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. તેમજ આ જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ ઘરોમાં પથ્થરમારો કરી વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

અથડામણમાં વચ્ચે પડતા પીએસઆઈને હાથમાં તલવાર વાગી
આ ઘટનાની જાણ વડાલી પોલીસને થતા પી.એસ.આઈ.જાની પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જે દરમિયાન બન્ને જૂથ વચ્ચે અથડામણમાં પી.એસ.આઈ.જાની વચ્ચે પડતા તેમને જમણા હાથે તલવારથી ઇજા પહોંચી હતી. પોલીસે બળપ્રયોગ કરી બંને જૂથોને વેરવિખેર કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ ફરી જૂથ અથડામણ ન સર્જાય તે માટે 1 પી.આઈ,10 પી.એસ.આઈ,100 પોલીસનો કાફલો ધરોઇમાર્ગ અને કસ્બામાં ખડકી દઈ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દઈ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.પરિસ્થિતિ પર કાબુ મેળવવા આસપાસના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બોલાવી ટિયરગેસના સેલ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા.

પરિસ્થિત પર કાબૂ મેળવાયો
આ બનાવ અંગે પી.એસ.આઈ.પી.પી. જાનીના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ પર કાબુ મેળવી દેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરવામાં આવી રહી છે: ઘાયલ પીએસઆઇ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular