સુરત : ભેસ્તાન નજીક બે યુવાનો પર હિંસક હુમલો, એકનું મોત, એકની હાલત ગંભીર

0
0

સુરત. શહેરના ભેસ્તાન વિસ્તાર નજીક બે યુવાનો પર હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને યુવાનોને માર મારી ફેંકી દીધાનો પરિવારને ફોન આવ્યો હતો

સચિન અને એજણ વિસ્તારમાં રહેતા સંગમ પંડિત(24) અને રોહન ઉર્ફે સુજીત સિંગ (ઉ.વ.28) પર રાત્રે હિંસક હુમલો થયો હતો. રાત્રે કોઈ અજાણ્યાએ રાજુ ભરવાડ બોલું છું રોહન અને સંગમને મારીને ફેંકી દીધા છે એવો ફોન કરતા પરિવાર દોડતું થયું હતું. ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સંગમનું મોત થયું છે. જ્યારે રોહનના બંને પગ તૂટી જતા હાલત ગંભીર છે. પરિવારે જણાવ્યું હતું કે, બંનેન ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે અને બંનેના મોબાઈલ અને રોકડ રૂપિયા પણ ગાયબ છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

( સંગમનું મોત થયું છે. )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here