Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વેક્સિન આવે છે એ વાતને લઈને ભારતીય શેરબજારોમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. દોઢ વાગ્યે સેન્સેક્સ 426 પોઈન્ટના ઉછાળા સાથે 46,033 પર પહોંચી ગયો હતો. નિફ્ટી 117 પોઈન્ટના ઉછાળા સાથે 13,510 પર પહોંચી ગઈ છે.

સેન્સેક્સ પર ITC, HCL ટેક, NTPC, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ITC 2.15 ટકા વધી 206.80 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 1.50 ટકા વધી 877.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 0.31 ટકા ઘટી 7738.00 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 0.29 ટકા ઘટી 502.00 પર કારોબાર કરી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં ખરીદી

આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 303 અંક વધી 26771 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 326 અંકના વધારા સાથે 26,631 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.11 ટકા વધી 3414 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજારોમાં ખરીદી

મંગળવારે અમેરિકાનાં બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.35 ટકા વધારા સાથે 104.09 અંક વધી 30173.90 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 0.28 ટકા વધી 3702.25 પર બંધ થય હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ 62.83 અંક વધી 12582.80 પર બંધ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments