નાગરિકતા કાયદાનો દેશભરમાં હિંસક વિરોધ: બેંગલુરૂના અનેક જિલ્લામાં 3 દિવસ 144ની કલમ લાગુ

0
14

આજે દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે. આસામથી આ વિરોધ પ્રદર્શનને હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ગુરૂવારે ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠમોએ બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતી. બિહારમાં રેલવે ટ્રેક જામ કરી દેવામાં આવ્યો છે. જ્યારે લખનઉમાં અનેક વિસ્તારોમાં પ્રદર્શન હિંસક જોવા મળ્યું હતું.

બેંગલુરૂના અનેક જિલ્લામાં 3 દિવસ માટે 144 કલમ લાગુ
મળી રહેલ માહિતી પ્રમાણે લખનઉમાં ઘણા વિસ્તારોમાં પોલીસની ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. તો દિલ્હીમાં સરકારે વોઇસ, SMS અને ઇન્ટરનેટની સુવિધા બંધ કરવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ 144 લાગુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here