થાઈલેન્ડમાં રાજાશાહીનો ઉગ્ર વિરોધ, અત્યાર સુધી 100થી વધુની ધરપકડ, પૂર્વ સેના અધ્યક્ષને PM બનાવી દેવાતા રોષ ભભૂક્યો, યુવાઓએ હટાવવાની માગ કરી

0
0

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ઇમરજન્સી છતાં સરકાર વિરુદ્ધ દેખાવો ચાલુ છે. બેંગકોકના વિજય સ્મારક પર રવિવારે રાત્રે લાખો લોકતંત્ર સમર્થક એકઠા થયા હતા. અત્યાર સુધી 100થી વધુ યુવા નેતાઓની ધરપકડ કરાઈ હતી. ધરપકડના વિરોધમાં દેખાવકારો “વી આર ઑલ લીડર્સ’ નો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સરકારે સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ અને ચેન્જ ડૉટ ઓઆરજી સાઈટ પર બેન મૂકી દીધો છે. આ સાઈટે રાજશાહી વિરુદ્ધ ઓનલાઈન અરજી દાખલ કરી હતી જેના પર 1.30 લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. ચાર મીડિયા પ્લેટફોર્મ્સની પણ તપાસ કરાઈ રહી છે.

2014માં પૂર્વ સેના અધ્યક્ષ પ્રયુત ચાન-ઓચા રાજાશાહીની મદદથી વડાપ્રધાન બની ગયા. સરકારે યુવાઓમાં લોકપ્રિય મુખ્ય વિપક્ષી દળ પીડીએફએફનો ભંગ કરી દીધો હતો ત્યારથી યુવાઓ રોષે ભરાયા છે. ઓગસ્ટમાં યુવા નેતા એનોન નામ્પાએ 10 સૂત્રીય માગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચા રાજીનામું આપે. રાજાશાહીના અધિકારો ઘટાડાય. નવા બંધારણનું નિર્માણ. રાજશાહીની ટીકા કરવા બદલ સજાની જોગવાઈનો અંત લવા. ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરાય. થાઇલેન્ડમાં રાજશાહીની ટીકા કરવા બદલ 15 વર્ષની સજા થાય છે જે દુનિયામાં સૌથી વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here