Tuesday, January 31, 2023
Homeગુજરાતમહેસાણા : વિપુલ ચૌધરીની ચોથીવાર જામીન અરજી ટળી

મહેસાણા : વિપુલ ચૌધરીની ચોથીવાર જામીન અરજી ટળી

- Advertisement -

વધુ એકવાર વિપુલ ચૌધરી ટળી જામીન અરજી
વિપુલ ચૌધરીની ચોથીવાર ટળી જામીન અરજી
દૂધસાગર ડેરીના 750 કરોડના કથિત કૌભાંડમાં ભોગવી રહ્યા છે જેલવાસ

મહેસાણા દૂધ સાગર ડેરીના રૂપિયા 750 કરોડના કથિત કૌભાંડ મામલે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 15 સપ્ટેમ્બર ના રોજ એસીબીએ ગાંધીનગરથી ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરીની 30 સપ્ટેમ્બરના રોજ મહેસાણાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકતા સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તેથી વિપુલ ચૌધરીને કરેલી જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે 21 ઓક્ટોબરના રોજના મંજૂર કરી હતી ત્યારબાદ વિપુલ ચૌધરીએ 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના જામીન અરજી મૂકી હતી. સુપ્રીમ કોર્ટે જામીન અરજી દાખલ કરીને પ્રથમ 4 નવેમ્બરના રોજ મુદત આપી હતી ત્યારબાદ 11 નવેમ્બરના રોજ મુદત આપી હતી 11 નવેમ્બર ના રોજ ગુજરાત સરકારના વકીને હાજર રહેવા નોટિસ પાઠવીને આગામી 21 નવેમ્બર રોજ નવી મુદત આપી હતી. જેમાં 21 નવેમ્બર પણ સુનાવણી નહીં થતા 25 નવેમ્બરની મુદત પડી હતી. 25 નવેમ્બરના રોજ બપોર બાદ સુનાવણી શરૂ થતા વિપુલ ચૌધરીના વકીલે બે સપ્તાહનો સમયે માગતા સુપ્રીમ કોર્ટે આગામી 12 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી રાખી છે. તેથી વિપુલ ચૌધરી 12 ડિસેમ્બર સુધી જેલમાંથી મુક્ત થઈ શકે તેમ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular