વાઈરલ : 97 વર્ષીય વૃદ્ધ મહિલાએ લોકોને વેક્સિન લેવા માટે કરી અપીલ

0
2

મહામારીની વચ્ચે વેક્સિનના મહત્ત્વને જોતાં સોશિયલ મીડિયા પર 97 વર્ષની મહિલા લોકોને તેને લેવા માટે અપીલ કરી રહી છે. આ વૃદ્ધ મહિલાના વીડિયોને લતા વેંકટેશે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. તેમનો આ વીડિયો ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે, ઘણા લોકો આ વીડિયોથી પ્રેરિત થઈને વેક્સિન પણ લઈ રહ્યા છે. વીડિયોમાં મહિલાએ વેક્સિન લેવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. તે ઉપરાંત એ પણ જણાવ્યું છે કે વેક્સિન લીધા બાદ તેમણે કોઈ પ્રકારનો દુખાવો નહોતો થયો. તેમના અનુસાર, વેક્સિન જેટલી ફાયદાકારક તમારા માટે છે, એટલી જ તમારા આસપાસના રહેતા લોકો માટે પણ છે. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે જે તમને સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે.

આ પોસ્ટને શેર કરતાં જ આ વૃદ્ધ મહિલાના વખાણ થવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે, 97 વર્ષની ઉંમરમાં પણ તેમના અવાજમા જોરદાર જોશ છે. આ જોઈને મને સારું લાગ્યું. એક અન્ય યુઝરે મહિલાના વખાણ કરતા કહ્યું- આ મહિલામાં આત્મવિશ્વાસ અને દૃઢ ઈચ્છાશક્તિ છે જેને જોઈને આપણે બધાએ શીખવું જોઈએ. આ ઉંમરમાં તેમની સકારાત્મર વિચારસરણીની ઘણી પ્રશંસા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here