Wednesday, September 29, 2021
Homeવાઈરલ : મીરાબાઈ ચાનૂને જોઈને નાનકડી બાળકીએ વેઇટલિફ્ટિંગનો પ્રયાસ કર્યો
Array

વાઈરલ : મીરાબાઈ ચાનૂને જોઈને નાનકડી બાળકીએ વેઇટલિફ્ટિંગનો પ્રયાસ કર્યો

ટોકયો ઓલમ્પિક 2020માં ભારતની મીરાબાઇ ચાનૂએ પહેલા દિવસે જ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતમાં અત્યારે મીરાબાઈ ચાનૂની જ ચર્ચા થઈ રહી છે. ત્યારે ભારતીય વેટલિફ્ટર સતીશ શિવલિંગમે એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળકી મીરાબાઈ ચાનૂને સલામ કરી રહી છે.

આ વીડિયોમાં એક બાળકી મીરાબાઈ ચાનૂની જેમ વેઈટલિફ્ટિંગ કરતી જોવા મળી રહી છે. પાછળ ટીવી પર મીરબાઈ ચાનૂની વેઈટલિફ્ટિંગના એક ઐતિહાસિક ક્ષણ ચાલી રહી છે, જેમને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો, જ્યારે આગળ બાળકી પણ વેઈટલિફ્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા સતીશ શિવલિંગમે લખ્યું, ‘જૂનિયર મીરાબાઈ ચાનૂ, આને પ્રેરણા કહેવાય.’

વીડિયો 6 લાખથી વધુ વખત જોવાયો
26 જુલાઈના રોજ રાત્રે 12 વાગે પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લગભગ 6 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. લગભગ 50 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ખુદ મીરાબાઈ ચાનૂએ વીડિયોને રી-ટ્વિટ કરતા લખ્યું, સો ક્યુટ, જસ્ટ લવ ધીસ.

એક યુઝરે લખ્યું- નાની છોકરીઓએ એથલીટો, વૈજ્ઞાનિકો, સૈનિકો, કલાકારોની નકલ કરવી જોઈએ ન કે બોલિવૂડની આઈટમ નંબરોની, આ જોઈને સારું લાગ્યું. જૂનિયર મીરાબાઈ ચાનૂને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. અન્ય એક યુઝરે લખ્યું- એક બાળકને એથલિટની નકલ કરતા જોઈને કેટલું સારું લાગે છે.

ઓલમ્પિક વેઈટલિફ્ટિંગમાં ઈતિહાસ રચનાર મીરાબાઈ ચાનૂએ ભારત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. મીરાબાઈ ટોક્યોથી વતન પરત ફરી ત્યારે એરપોર્ટ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

સોમવારે પોતાનો સિલ્વર મેડલ દેશવાસીઓને અર્પણ કર્યો હતો અને કહ્યું, કે સરકારે સહયોગ ન કર્યો હોત તો તેમનું સપનું પૂરું ન થયું હોત. મણિપુરની આ ખેલાડીએ શનિવારે મહિલાઓની 49 કિલોગ્રામ વેટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલમ્પિકમાં પહેલો મેડલ મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો હતો. હવે મીરાબાઈ ચાનૂની મણિપુરના એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે જુડોમાં શાનદાર રમત બતાવનારી સુશીલા દેવીની સબ ઈન્સ્પેક્ટર તરીકે વરણી કરાઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર તેમને એક કરોડનું ઈનામ પણ આપશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments