મા અમૃતમ કાર્ડ નહીં થાય બંધ, સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ખોટા

0
17

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ‘મા અમૃત્તમ કાર્ડ’ બંધ થશે તેવી અફવા પર ભારે હોબાળો મચી ગયો હતો. ખોટા વાયરલ મેસેજ તેમજ અસમંજસના કારણે દર્દીઓમાં હડકંપ મચી ગયો હતો. જો કે બાદમાં સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી. સરકારે કહ્યું હતું કે કોઇ કાર્ડ બંધ કરવામાં આવ્યા નથી, દર્દીઓેને સહાય મળતી રહેશે.

રાજ્યમાં મા કાર્ડ બંધ થયા હોવાની વાતો વહેતી થઈ હતી. મા કાર્ડને બદલે આયુષ્યમાન કાર્ડ ચાલશે એમ ટોલ ફ્રી નંબર પર દર્દીઓને ગેરસમજ આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થતા આખરે આરોગ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી પડી કે મા કાર્ડ બંધ થયું નથી અને બંને કાર્ડ પર દર્દીઓને સારવાર મળશે. ટોલ ફ્રી નંબર પર દર્દીઓને અધુરી માહિતી અપાતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ આ સ્પષ્ટતા કરી હતી.

તો બીજી તરફ રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય. સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા “મા અમૃતમ કાર્ડ” બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે.

તેમણે ઉમેર્યુ કે, ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી “મા અમૃતમ કાર્ડ”ની યોજના ને રાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાપડી રહ્યો છે ત્યારે આ યોજના બંધ કરવામા આવનાર છે એવા ખોટા મેસેજ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે એ સમાચારો સત્યથી વેગળા છે એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

વધુમાં તેમણે કહ્યું, મુખ્યમંત્રી અમૃતમ“મા”/“મા વાત્સલ્ય ” યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે.પરંતુ તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે.તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here