સોશિયલ મીડિયામાં વાઇરલ : કોચ મિકી આર્થર અને શ્રીલંકન કેપ્ટન શનાકા મેદાનમાં જ ઝઘડી પડ્યા

0
0

બીજી વનડે મેચમાં 3 વિકેટથી હાર્યા પછી શ્રીલંકન કેપ્ટન શનાકા અને મિકી આર્થર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મેચ દરમિયાન ભારતની જ્યારે જ્યારે વિકેટ પડતી હતી ત્યારે આર્થર ખુશ થઈ જતા હતા, પરંતુ જ્યારે દીપક ચાહર અને ભુવનેશ્વર કુમાર વચ્ચે આઠમી વિકેટ માટે પાર્ટનરશિપ જામી ગઈ ત્યારે તેમના હાવભાવ બદલાઈ ગયા હતા. મેચ જ્યારે અંતિમ ઓવરો સુધી પહોંચવા આવી હતી, ત્યાં સુધીમાં તો તે ગુસ્સામાં આવી ગયા હતા.

દીપક ચાહરે અંતિમ ઓવરમાં ચોગ્ગો મારીને ઈન્ડિયન ટીમને જીતાડી દીધી હતી. શ્રીલંકન ટીમ જીતેલી મેચ હારી ગઈ હોવાથી મિકી આર્થર અને કેપ્ટન શનાકા વચ્ચે બોલાચાલી થઈ હતી.

શનાકા ડ્રેસિંગ રૂમ જતો હતો, કોચે ઊભો રાખી ઝઘડો કર્યો
વીડિયોમાં જોવા મળ્યું હતું કે મેચ પૂરી થયા પછી આર્થર ગ્રાઉન્ડમાં આવ્યો અને એણે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહેલા શનાકાને ઠપકો આપ્યો હતો. ત્યારપછી બોલાચાલી એટલી ઊગ્ર થઈ ગઈ કે શનાકાએ પણ આર્થરને કંઇક કીધુ, જે એને પસંદ ન આવતા તે ડ્રેસિંગ રૂમ તરફ જતો રહ્યો હતો.

રસેલ આર્નોલ્ડે કહ્યું- આ ચર્ચા ડ્રેસિંગ રૂમમાં થવી જોઈતી હતી
શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન રસેલ આર્નોલ્ડે કહ્યું હતું કે આવી ઊગ્ર ચર્ચા ડ્રેસિંગ રૂમમાં થવી જોઇતી હતી. આમ જાહેરમાં બોલાચાલી કરવી ટીમની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

3 વિકેટે ઈન્ડિયાનો ભવ્ય વિજય
ઈન્ડિયાએ શ્રીલંકાને બીજી વનડેમાં 3 વિકેટે હરાવ્યું હતું. એક સમયે તો ઈન્ડિયન ટીમને 193 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારે ઈનિંગને સંભાળી હતી. તેમના વચ્ચે 84 બોલમાં 84 રનની પાર્ટનરશિપ થઈ હોવાને કારણે ઈન્ડિયન ટીમ 5 બોલ પહેલા મેચ જીતી ગઈ હતી.

ચાહર મેન ઓફ ધ મેચ રહ્યો
દીપક ચાહરે પોતાની કારકિર્દીની ચોથી મેચમાં પહેલી અર્ધસદી નોંધાવી હતી. એણે 82 બોલમાં 69 રનની ઈનિંગ રમી હતી. આની પહેલા બોલિંગ કરતા પહેલા એણે 8 ઓવરમાં 53 રન આપી 2 વિકેટ લીધી હતી. આના સિવાય યુઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 50 રન આપી 3 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ 10 ઓવરમાં 54 રન આપી 3 વિકેટ લીધી હતી. સૂર્ય કુમાર યાદવે 44 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here