Tuesday, September 21, 2021
Homeવાઈરલ : સારા અલી ખાને કહ્યું- સોરી અમ્મા-અબ્બુ વાગી ગયું, નાક કાપી...
Array

વાઈરલ : સારા અલી ખાને કહ્યું- સોરી અમ્મા-અબ્બુ વાગી ગયું, નાક કાપી નાખ્યું મેં

એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના આગામી પ્રોજેક્ટ્સ અને લાઈફ સાથે સંબંધિત વાતો ફેન્સની સાથે શેર પણ કરે છે. હવે તાજેતરમાં સારા અલીએ એક વીડિયો શેર કરીને ખુલાસો કર્યો છે કે તેની નાક પર ઈજા થઈ છે. વીડિયોની સાથે તેણે જાતે આ ઈજા માટે પોતાના પિતા સૈફ અલી ખાન અને માતા અમૃતા સિંહની માફી પણ માગી છે.

સારા અલી ખાને વીડિયોમાં પહેલા પોતાનું નાક કોટનથી ઢાંકીને રાખ્યું છે. જો કે બાદ બતાવે છે કે તેણે પોતાની નાકની શું હાલત કરી નાખી છે. વીડિયોમાં તેના નાકમાંથી લોહી પણ નીકળી રહ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં તેને લખ્યું, સોરી અમ્મા-અબ્બુ વાગી ગયું, નાક કાપી નાખ્યું મેં. સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે અને તેનું કેપ્શન ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે.

‘અતરંગી રે’ માં અક્ષયની સાથે જોવા મળશે સારા
વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન ટૂંક સમયમાં ‘અતરંગી રે’ માં જોવા મળશે. આ ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને સાઉથનો સુપરસ્ટાર ધનુષ પણ લીડ રોલમાં જોવા મળશે. સારા આ પહેલા વરુણ ધવનની સાથે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments