Viral Video: કૉંગી નેતાઓએ શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મુઝરો સમજીને દે ધનાધન નોટોનો વરસાદ કરી દીધો

0
49

ઉત્તરાખંડના રુડકીથી પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનાને અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતના દિકરા વીરેન્દ્ર રાવત ઉપર નોટોનો વરસાદ કર્યો. આ ઉપરાંત રવીન્દ્ર રાવતે કોઇને અટકાવ્યાં પણ નહી.

આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લઇને લોકોની તીખી પ્રતિક્રિયાઓ સામે આવી છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે મંચ પર કેટલાંક લોકો બેઠા છે અને વીરેન્દ્ર રાવત પોતાના સમર્થકો સાથે ઉભા છે. શ્રદ્ધાંજલિ આપવા માટે મંચની બીજી બાજુ સંગીત સાથે જોડાયેલા કેટલાંક લોકો ગીત ગાઇ રહ્યાં હતા.

આ વચ્ચે જ એક શખ્સ હાથમાં નોટોની ગડ્ડી લઇને આવે છે અને તેણે રવીન્દ્ર રાવત પર એક પછી એક નોટો ઉડાવવાનું ચાલુ કર્યુ. થોડી વાર સુધી આ શખ્સ નોટો ઉડાવતો રહે છે અને રાવત તે જ જગ્યાએ ઉભા છે. તે પછી એક બીજો યુવક તેના પર નોટોનો વરસાદ કરી રહ્યો છે અને તેઓ ઉભા ઉભા હસી રહ્યાં છે. આ દરમિયાન બીજા કેટલાંક લોકો આવે છે અને ફોટો સેશન થાય છે.

શહીદોની શહાદતને સલામ કરવાના બદલે નોટોના વરસાદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જેવો વાયરલ થયો તો લોકોની સખત પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ. ઘણાં લોકોએ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓની આ હરકત પર દુખ પણ વ્યક્ત કર્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here