વાઇરલ વીડિયો : શ્રીલંકા સામે હાર્દિક પંડ્યાને બોલિંગ કરતા જોઇ પુત્ર અગત્સ્ય ઉત્સાહમાં આવી ગયો

0
2

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા અને તેના પુત્ર અગત્સ્યનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અગત્સ્યએ શ્રીલંકા સામેની પહેલી વનડેમાં હાર્દિક પંડ્યાને ચિયર કર્યું હતું. આ વીડિયો હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ શેર કર્યો હતો, જેમાં અગત્સ્ય પિતાને બોલિંગ કરતા જોઇને ‘દાદા’..’દાદા’ બોલવા લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ અત્યારે આ ક્યુટ વીડિયોની ચર્ચા ચાલી રહી છે.

અગત્સ્યને પણ ક્રિકેટમાં રસ જાગ્યો
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા તેમના પુત્રનો સારો ઉછેર કરી રહ્યા છે. નતાશા અવાર-નવાર અગત્સ્યના ફોટો અને ક્યૂ઼ટ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. તેવામાં ઈન્ડિયન ટીમમાં ઈન્જરી પછી પરફેક્ટ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા વાપસી કરી રહ્યો છે. એણે શ્રીલંકા સામેની પહેલી વનડે મેચમાં 5 ઓવર નાખી હતી અને 1 વિકેટ પણ લીધી હતી. આ સમય દરમિયાન પિતાને બોલિંગ કરતા જોઇ અગત્સ્યએ પણ ઘરે બેઠા ચિયર કર્યું હતું.

અગત્સ્ય અને નતાશા પોતાના પરિવાર સાથે ઓનલાઈન મેચ સ્ટ્રીમ કરી રહ્યા હતા. મેચમાં જ્યારે હાર્દિક પંડ્યા બોલિંગ કરવા આવ્યો ત્યારે નતાશાએ અગત્સ્યને સ્ક્રિન સામે જોવા માટે કહ્યું. આ સમયે તો અગત્સ્ય પોતાની બુક સાથે રમતો હતો અને નાના બાળકોની જેમ પોતાની ધૂનમાં હતો.

નતાશાએ ફરી એકવાર અગત્સ્યને મેચ જોવા માટે કહ્યું ત્યારે અચાનક તેનું ધ્યાન પિતા હાર્દિક પંડ્યા પર પડ્યું. પંડ્યાને બોલિંગ કરતો જોઇને અગત્સ્ય પણ ખુશ થઈ ગયો હતો અને પછી ‘દાદા’, ‘દાદા’ બોલીને તેના પિતાને ચિયર કરવા લાગ્યો હતો.

અગત્સ્યને નાનપણથી જ વાંચનનો શોખ
નતાશાએ જે સ્ટોરી પોસ્ટ કરી હતી તેમાં અગત્સ્ય મેચ જોવાની સાથે બુકના પેજ પણ જોઇ રહ્યો હતો. અગત્સ્ય બુકના પેજ જોવામાં એટલો વ્યસ્ત હતો કે નતાશાને 2થી 3 વાર કહેવું પડ્યું કે મેચ જો પપ્પા બોલિંગ કરી રહ્યા છે. જોકે પછી એણે પણ પછી પિતાને ચિયર કરવામાં કોઇ બાંધછોડ રાખી નહતી અને પોતાના ક્યૂટ વોઇસમાં પંડ્યાનો ઉત્સાહ વધાર્યો હતો.

અગત્સ્યને પશુ-પક્ષીઓને જોવા ગમે છે
છેલ્લા કેટલાક દિવસોથી નતાશા સ્પેશિયલ પ્લેસ પર તેના પરિવારની સાથેની તસવીરો શેર કરી રહી છે. એટલુ જ નહીં નતાશા અગત્સ્યને ફાર્મમાં કેટલાક પાળતું પ્રાણીઓની મુલાકાત કરવા પણ લઈ ગઈ હતી. જેથી તે નેચર સાથે કનેક્ટેડ રહે અને આમ પણ નાની ઉંમરના બાળકોને પાળતુ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે રમવાનું પસંદ હોય છે.

હાર્દિક પંડ્યાનો પરિવાર સાથે ફોટો
હાર્દિક પંડ્યાનો પરિવાર સાથે ફોટો

હાર્દિક પંડ્યાએ 31 મેના દિવસે લગ્ન કર્યા
હાર્દિક પંડ્યાએ નતાશા સાથે 31 મે 2020ના દિવસે લોકડાઉનને કારણે સાદગીથી લગ્ન કર્યા હતા. નતાશાએ સર્બિયાની બેલેટ હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ માધ્યમિક શિક્ષણના અભ્યાસ પછી તે ઈન્ડિયામાં પોતાનું કરિયર બનાવવા માટે આવી પહોંચી હતી. તે ઘણા ડાન્સ વીડિયો અને શોર્ટ ફિ્લ્મ સહિત વિવિધ ઇન્ડિયન મૂવીમાં દેખાઈ હતી.

હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના દિવસે નતાશા સાથે સગાઈ કરી હતી
હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના દિવસે નતાશા સાથે સગાઈ કરી હતી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ 30 જુલાઈ 2020 ગુરુવારે સવારે 7.30 વાગે આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. અત્યારે તે હાર્દિક પંડ્યા સાથે જ ક્રિકેટ ટૂર પર પોતાના પુત્ર અગત્સ્યને લઇને જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here