વાઇરલ વીડિયો : વધુ હોમવર્કની ફરિયાદ કરીને વાઇરલ થનારી ક્યુટ ગર્લ છે કોણ?

0
5

31 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં છ વર્ષની એક ક્યુટ કાશ્મીરી ગર્લ વધુ પડતા હોમવર્કની ફરિયાદ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કરી રહી હતી. મનોજ સિંહાએ આ વીડિયોની નોંધ લઇને સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને 48 કલાકની અંદર જ બાળકોનું હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. ત્યારથી ચર્ચા ચાલુ થઈ કે આ ક્યુટ ટેણી છે કોણ.

હવે માહિતી બહાર આવી છે કે આ છ વર્ષની સ્કુલ ગર્લનું નામ માહિરા ઇરફાન છે, જે શ્રીનગરમાં રહે છે. છ વર્ષની માહિરા શ્રીનગરના અલોચીબાગ એરિયામાં આવેલી ‘મિન્ટો સર્કલ સ્કૂલ’માં ભણે છે. વીડિયોમાં માહિરાની ફરિયાદ હતી કે તેને બહુ બધું ઓનલાઇન ભણવું પડે છે અને હોમવર્ક પણ કરવું પડે છે. દરઅસલ, માહિરાની સ્કૂલનું ઑફલાઇન એજ્યુકેશન છેક ઑગસ્ટ 2019માં કલમ-370ની નાબુદી થઈ ત્યારથી વેરવિખેર થયેલું છે. ત્યારબાદ માર્ચ, 2020થી કોરોનાને કારણે લૉકડાઉન આવ્યું અને સ્કૂલનું શિક્ષણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને ઑનલાઇન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો.

માહિરાનો વીડિયો તેના પિતાએ બે અઠવાડિયાં પહેલાં વ્હોટ્સએપમાં શૅર કરેલો

માહિરાની સ્કૂલના સત્તાધીશોએ પણ સ્વીકાર્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી એમની સ્કૂલ બંધ પડી છે, જેથી ઓનલાઇન ક્લાસીસ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

માહિરા શ્રીનગરના અલોચીબાગ એરિયામાં આવેલી ‘મિન્ટો સર્કલ સ્કૂલ’માં ભણે છે

ઘરમાં ‘માયરુ’ના લાડકા નામથી સંબોધાતી માહિરાનો આ વીડિયો બે અઠવાડિયાં પહેલાં તેના પિતાએ પોતાના મિત્રોને વ્હોટ્સએપમાં શૅર કર્યો હતો. ત્યારે તેમને ખ્યાલ નહોતો કે એમની દીકરી ઇન્ટરનેટ સેન્સેશન બની જશે.

આ વીડિયો નમ્રતા વાખલૂ નામની ટ્રાવેલ બ્લોગરે સોશિયલ મીડિયામાં શૅર કર્યો અને તેને જમ્મુ-કાશ્મીરના લેફ્ટ. ગવર્નરે શૅર કરીને શિક્ષણ વિભાગને બે દિવસમાં હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. આ સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગનો આદેશ પણ આવી ગયો કે પ્રિ-પ્રાઇમરીના વર્ચ્યુઅલ ક્લાસ 30 મિનિટ અને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓના વર્ચ્યુઅલ ક્લાસ 90 મિનિટથી વધારે ન હોવા જોઇએ. એ જ રીતે આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ દરરોજ 30-45 મિનિટનાં બે સેશનથી વધુ ન હોવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here