વિરમગામ: વિરમગામ સર્કલ પાસે 27 જૂન ને ગુરુવારે સાંજે રોડની સાઈડ પર ઊભેલી ટ્રક ને પાછળની તરફથી પેસેન્જરો ભરીને આવી રહેલી 407 મીની ટ્રકે જોરદાર ટક્કર મારતા 407 માં સવાર એક મહિલા નું મોત થયું હતું જ્યારે 15 ને નાની-મોટી ઇજાઓ થઇ હતી. વિરમગામ આસોપાલવ સર્કલથી માલવણ તરફના હાઇવે પર રોડસાઈડના આવતો ઉભેલી ટ્રકને પાછળની તરફથી આવી રહેલ 407 મીની ટ્રક ના ચાલકે ગફલત ભરી રીતે ફૂલ સ્પીડે હંકારી ટક્કર મારતા 407 મિનિટ્રકના કેબીનના ભુક્કા બોલી ગયા હતા જ્યારે મીનીટ્રક માં સવાર પકીબેન પ્રતાપભાઇ ઠાકોર ઉ.આ.32 રહે.વડગાસ થોરી તા. વિરમગામ ના ઓનુ સ્થળપર મોત નિપજ્યું હતું તેમજ 407માં સવાર 15 મુસાફરોને નાની-મોટીઇજા પહોંચતા 108 દ્વારા વિરમગામ ની સરકારી ગાંધી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી તેમજ મૃતક મહિલા નું પીએમ કરી તેના વાલીવારસોને લાશ સોપી હતી. ઉલ્લેખનીય છે કે 407 મીની ટ્રક ના ચાલકે મુસાફરો ને અલગ અલગ સ્થળે થી બેસાડ્યા હતા અકસ્માત કરી 407નો ચાલક ફરાર થઇ જતા વિરમગામ રૂરલ પોલીસ દ્વારા પ્રતાપભાઈ રાણાભાઇ ઠાકોર રહેવાસી વડગાસ તાલુકો વિરમગામની ફરિયાદના
આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓ
અવની દેવીપુજક, કોકીલાબેન ઠાકોર, કરસનભાઈ, નવઘણભાઈ, મકવાણા દિલીપભાઈ, મલેક આરીફ, રાતડીયા ભરત, રાકેશ રામા ચાવડા સહિત કુલ 15ને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેઓને તાત્કાલિક 108 દ્વારા વિરમગામની સરકારી ગાંધી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થતાં પીએમ કરી તેના સગાઓને લાશ સોંપવામાં આવી હતી.