વિરાટ તથા અનુષ્કા દીકરી જન્મના 11 દિવસ બાદ જોવા મળ્યા, પોતાની દીકરીનું નામ ‘અન્વી’ રાખે તેવી શક્યતા

0
0

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ તથા અનુષ્કા દીકરી જન્મના 11 દિવસ બાદ જોવા મળ્યા હતા. દીકરીના જન્મ બાદ અનુષ્કા એકદમ ફિટ જોવા મળી હતી. અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી વર્કઆઉટ કર્યું હતું.

હોસ્પિટલમાં વિરાટ-અનુષ્કાએ પ્રાઈવસીનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું
હોસ્પિટલમાં વિરાટ-અનુષ્કાએ પ્રાઈવસીનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો

32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

હોસ્પિટલમાં નિકટના પરિજનો આવી શક્યા નહીં

અનુષ્કા તથા વિરાટ પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાંક કડક નિયમો મૂક્યા હતાં. અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શક્યા નહોતા. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફૂલો અથવા કોઈ પણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નહોતા. હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવી શકતો હતો.

દીકરીનું નામ ‘અન્વી’ રાખે તેવી ચર્ચા

હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અનુષ્કા તથા વિરાટ પોતાની દીકરીનું નામ ‘અન્વી’ રાખે તેવી શક્યતા છે. ‘અન્વી’નો અર્થ દયાળું એવો થાય છે. આટલું જ નહીં કપલે પોતના નામના પહેલાં બે અક્ષરો લઈને દીકરીનું નામ ‘અન્વી’ રાખ્યું હોય તેમ લાગે છે. અનુષ્કા (Anushka) તથા વિરાટ (Virat)ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી).

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું

અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો છે. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં છે.

પત્રમાં શું કહેવામાં આવ્યું છે?

વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું છે, ‘હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.’

વધુમાં નોટમાં કહેવામાં આવ્યું છે, ‘અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here