Thursday, March 28, 2024
Homeબીજી ટેસ્ટ LIVE : વિરાટ કોહલી ડે-નાઈટ ટેસ્ટમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચનાર...
Array

બીજી ટેસ્ટ LIVE : વિરાટ કોહલી ડે-નાઈટ ટેસ્ટમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો, કરિયરની 27મી સદી ફટકારી

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 150 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 4 વિકેટે 289 રન કર્યા છે. રવિન્દ્ર જાડેજા 12 રને અને વિરાટ કોહલી 130 રને રમી રહ્યા છે. કોહલીએ પોતાના કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી છે. કોહલીએ કેપ્ટન તરીકે 188મી ઇનિંગ્સમાં પોતાની 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.

સૌથી ઝડપી 27 ટેસ્ટ સદી:

ઇનિંગ્સ બેટ્સમેન
70 ડોન બ્રેડમેન
141 સચિન તેંડુલકર
141 વિરાટ કોહલી
154 સુનિલ ગાવસ્કર

ભારત માટે પ્રથમ સદી:
ટેસ્ટ:
 લાલા અમરનાથ, 1933
ડે-નાઈટ ટેસ્ટ: વિરાટ કોહલી, 2019

વનડે: કપિલ દેવ, 1983
ડે-નાઈટ વનડે: સંજય માંજરેકર, 1991

T-20: સુરેશ રૈના, 2010
ડે-નાઈટ T-20: રોહિત શર્મા, 2015

અજિંક્ય રહાણેએ પોતાના કરિયરની 22મી ફિફટી મારી હતી. તેમજ સતત ચોથી ઇનિંગ્સમાં 50થી વધુનો સ્કોર કર્યો હતો. તે 51 રને તૈજુલ ઇસ્લામની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર હુસેનના હાથે કેચ આઉટ થયો હતો.

કોહલીના કેપ્ટન તરીકે સૌથી ઝડપી 5 હજાર રન

કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠો બેટ્સમેન છે. કોહલીએ 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે 97 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન અચીવ કર્યો હતો. તે બંને સિવાય ક્લાઈવ લોઇડ (106 ઇંનિંગ્સ), ગ્રેમ સ્મિથ 110 ઇનિંગ્સ, એલેન બોર્ડર 116 ઇનિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગ 130 ઇનિંગ્સમાં 5 હજાર રનનો આંક વટાવી ચૂક્યા છે.

સૌથી ઝડપી કેપ્ટન ઇનિંગ્સ
1 હજાર ડોન બ્રેડમેન 11
2 હજાર ડોન બ્રેડમેન 24
3 હજાર ડોન બ્રેડમેન 37
4 હજાર વિરાટ કોહલી 65
5 હજાર વિરાટ કોહલી 86

પુજારાએ ગઈકાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 હજાર રન પૂરા કર્યા હતા. તેણે પોતાના કરિયરની 24મી ફિફટી ફટકારતાં 55 રન કર્યા હતા. તે હુસેનની બોલિંગમાં બીજી સ્લીપમાં ઇસ્લામના હાથે કેચ આઉટ થયો હતો. ઓપનર મયંક અગ્રવાલ 14 રને હુસેનની બોલિંગમાં ગલીમાં મહેદી હસનના હાથે કેચ આઉટ થયો હતો. તેના પછી રોહિત શર્મા 21 રને એ. હુસેનની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 106 રનમાં ઓલઆઉટ

બાંગ્લાદેશ ભારત સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ દાવમાં 106 રનમાં ઓલઆઉટ થયું હતું. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક 29 રન કર્યા હતા. નંબર 2થી 6 સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે 12 વર્ષ પછી પાંચ વિકેટ લીધી છે. તેણે આ પહેલા 2007માં પાકિસ્તાન સામે બેંગ્લોર ખાતે 5 વિકેટ લીધી હતી. તેણે પોતાના કરિયરમાં કુલ 10મી વાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular