વિરાટ કોહલી કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ફિટનેસ સાથે સમાધાન કરતો નથી

0
7

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું ફિટનેસ પ્રત્યેનું ગાંડપણ જાણીતું છે, વિરાટ કોહલી કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ફિટનેસ સાથે સમાધાન કરતો નથી, ઓફ ધ ફિલ્ડ પણ નહી. તેથી તેને ફિટનેસ ફ્રીક પણ કહેવાય છે. પણે તેને ફિટનેસ અંગેનું આ વળગણ ક્યાંથી વળગ્યું તે બધા જાણતા નથી.

તેનો જવાબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પાસે છે. સેહવાગે કહ્યું હતું કે ૨૦૧૧માં મેં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને બે ટેસ્ટ રમ્યો હતો. એક ટેસ્ટ ઓવલમાં અને બીજી બર્મિંગમમાં રમ્યો હતો. તે સમયે ત્યાંની બધી કાઉન્ટી ટીમોના ડ્રેસિંગ રૃમમાં ફિટનેસનો ચાર્ટ રહેતો હતો, તેમા ફિટનેસના ધારાધોરણ દર્શાવેલા રહેતા હતા. હું માનું છું કે વર્તમાન ટીમના ફિટનેસ સ્ટાન્ડર્ડની પ્રેરણા ત્યાંથી મળી છે.

સેહવાગે જણાવ્યું હતું કે કેટલાક ભારતીય ખેલાડીઓએ દૈનિક ધોરણે તેને અનુસરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયા. વિરાટની ઉંમર તે સમયે ૨૩ વર્ષ કરતાં ઓછી હતી, તેણે આ નિષ્ફળતા ન સ્વીકારી અને આ બાબતને એક પડકાર તરીકે લીધી. આ પ્રકારનું ફિટનેસ સ્તર જાણવવા ઘણી મહેનત કરવી પડે છે, તેમા વજનને અંકુશમાં રાખવા ઉપરાંત તમારા શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ તથા ફ્લેક્સીબિલિટી બધુ જોવાય છે. અમે તે સમયે કરવાનો પ્રયત્ન કર્યો તેમા અડધા ઉપરાંતની ભારતીય ટીમ નિષ્ફળ ગઈ હતી.

કોહલીએ આ બાબત પકડી લીધી અને તેને લાગ્યું કે જો ઇંગ્લેન્ડ ફિટનેસના આ સ્તરને હાંસલ કરી શકતું હોય તો આપણે કેમ નહી. આ બાબત તેણે કેપ્ટન બન્યા પછી ભારતીય ક્રિકેટમાં લાગુ કરી. તેથી જ તે આજે દરેક ખેલાડી પાસેથી અમુક સ્તરના ફિટનેસ લેવલનો ખાસ આગ્રહ રાખે છે.

આમ વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમનું ફિટનેસનું સ્તર ઊંચું હોય તો તેનું શ્રેય કેપ્ટન કોહલીને જાય છે. તાજેતરમાં જ રાહુલ તેવટિયા અને વરુણ ચક્રવર્તી ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયા ત્યારે કોહલીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવું હોય તો ભારતીય ક્રિકેટર તરીકે ફિટનેસનું અમુક સ્તર જરુરી છે. તેની સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. રમતનું આ અત્યંત મહત્ત્વનું પાસું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here