વિરાટ કોહલીએ ૨૯ બોલમાં ૭૦ રન બનાવવાની સાથે ટી-૨૦ ક્રિકેટમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

0
10

ભારતે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. ટીમના આ પ્રદર્શનમાં રોહિત શર્માએ ૭૧, લોકેશ રાહુલે ૯૧ અને કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ ૭૦ રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગના દરમિયાન વિરાટ કોહલીએ એક વધુ સિદ્ધી પ્રાપ્ત કરી હતી.

વિરાટ કોહલીએ આ મેચમાં ૨૯ બોલમાં અણનમ ૭૦ રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગમાં વિરાટ કોહલીએ ૪ ચોગ્ગા ૭ સિક્સર ફટકારી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડીયમ પર વિરાટ કોહલીએ આક્રમક ઇનિંગ રમી અને મોટી સિદ્ધી પોતાના નામે કરી હતી. તે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરેલું ધરતી પર ૧૦૦૦ રન પુરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. વિરાટ કોહલીના આ અગાઉ ૭૪ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૨૫૬૩ રન હતા.

વિરાટ કોહલીએ હૈદરાબાદમાં તેમને ૯૪ રનની પોતાની કારકિર્દીની બેસ્ટ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ ભારતીય ધરતી પર મુંબઈ ટી-૨૦ મેચ પહેલા ૨૮ મેચ રમી હતી. તેમાં તેમને ૪૯.૭૦ ની એવરજથી ૯૯૪ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ત્રીજી ટી-૨૦ મેચમાં જેવો જ પોતાની ઇનિંગનો છઠ્ઠો રન પૂરો કર્યો, તે ઘરેલું ધરતી પર ૧૦૦૦ રન પુરા કરનાર ભારતના પ્રથમ બેટ્સમેન બની ગયા હતા. ૩૧ વર્ષીય વિરાટ કોહલી આ કારનામું કરનાર ભારતના પ્રથમ જ્યારે દુનિયાના ત્રીજા બેટ્સમેન છે. વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની ટી-૨૦ કારકિર્દીની ૨૪ મી અડધી સદી પૂરી કરી હતી.

વિરાટ કોહલી સિવાય ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ૨ એવા બેટ્સમેન છે, જેમને પોત-પોતાના દેશમાં ૧૦૦૦ અથવા તેનાથી વધુ રન બનાવ્યા છે. તેમાં ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્તીલ (૧૪૩૦) અને કોલીન મુનરો (૧૦૦૦) સામેલ છે. તેમ છતાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-૨૦ સીરીઝમાં હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ૬ વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી, જ્યારે તિરુવનંતપુરમમાં રમાયેલ બીજી ટી-૨૦ મેચ વેસ્ટ ઇન્ડીઝે ૮ વિકેટથી જીતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here