વિરાટ કોહલી ખરાબ કેપ્ટન નથી, પરંતુ રોહિત શર્મા તેનાથી વધુ સારો : ગૌતમ ગંભીર

0
9

ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાની કરવા માટે કોણ વધુ યોગ્ય- વિરાટ કોહલી કે રોહિત શર્મા? આ અંગે વિવિધ દિગ્ગજો પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. આ વચ્ચે પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું કે, આ ભૂમિકામાં કોહલી વધુ સારો થઇ શકે છે, પરંતુ વાઇસ કેપ્ટન રોહિત આ મામલે તેનાથી વધુ સારો છે.

ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું કે, વિરાટ કોહલી ખરાબ કેપ્ટન નથી, પરંતુ રોહિત શર્મા તેનાથી સારો છે. બંનેની કપ્તાન તરીકેની ક્વોલિટીમાં આ સૌથી મોટો ફર્ક છે. જો આપણે IPLના પ્રદર્શનના આધારે ખેલાડીઓને ભારતીય ટીમમાં સિલેક્ટ કરીએ તો કેપ્ટન કેમ નહીં?

રોહિત પાંચમીવાર IPL જીત્યો, કોહલીનું ખાતું ખુલ્યું નથી

IPLમાં રોહિતને 2013માં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એ સીઝનમાં તેણે પહેલીવાર મુંબઈને ચેમ્પિયન બનાવ્યું. ત્યારથી લઈને રોહિતે અત્યાર સુધીમાં મુંબઈને પાંચ વાર ચેમ્પિયન બનાવ્યું છે. જ્યારે કોહલી 2013થી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કપ્તાની કરી રહ્યો છે, પરંતુ હજી સુધી એકપણ વાર ચેમ્પિયન બનાવી શક્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here