વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કજિયોને લઇ વિરેન્દ્ર સહેવાગે કર્યો ખુલાસો

0
32

વેસ્ટઇન્ડીઝમાં ભારતીય ક્રિકેટ ટીમની ટેસ્ટ જીતથી તમામ દિગ્ગજ ખેલાડીઓ ખુબ જ ખુશ છે. શાનદાર બોલિંગના દમ પર ભારતએ યજમાનને બીજી ઇનિંગમાં માત્ર 100 રન પર ઓલઆઉટ કરતા 318 રનથી જીત હાંસલ કરી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સહેવાગે આ જીત પર પોતાની ખુશી જાહેર કરી સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પણ પોતાની વાત કહી.

સહેવાગે ટીમ ઇન્ડિના કેપ્ટન વિરાટ કોહલી અને વન-ડેના ઉપ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે સામે આવેલા વિવાદો પર પોતાની વાત મૂકી. તેમણે આ મામલાને માત્રને માત્ર મીડિયાની પાયાવિહોણી વાત ગણાવી.

તેમનું કહેવું હતું કે,’મારા હિસાબે તો આ બધુ માત્ર મીડિયા દ્વારા ઉપજાવવામાં આવેલુ છે. બેટિંગ કરતા સમયે જ્યાપે બંન્ને પિચ પર હાજર હોય છે તો વાતો કરે છે. ફિલ્ડીંગ કરતા સમયે જ્યારે તેઓ સ્લિપમાં ઉભા હોય છે ત્યારે પણ તેઓ વાતો કરતા હોય છે. આ તમામ વસ્તુ બાદ મને તો કઇ વિવાદ લાગતો નથી. આ તમારા લોકો (મીડિયા)ની ઉપજ છે.’

સહેવાગનું માનવું છે કે, બુમરાહ એન્ડ કંપનીએ ટીમ ઇન્ડિયાને વિશ્વ ક્રિકેટમાં વિજય રથ પર સવાર કર્યા છે. શાનદાર બોલિંગના કારણે ટીમ ટેસ્ટમાં નંબર-1 બની.

સહેવાગે આઇએનએસથી વાત કરતા કહ્યું,’એવું કંઇ નથી કે અમારી પાસે બોલરોની ઉણપ છે. મારા સમયે જવાગલ શ્રીનાથ, ઝહિર ખાન, આશીષ નહેરા જેવા બોલરો હતાં. હાલમાં ટીમના બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સમી, ભુવનેશ્વર કુમાપ અને ઉમેશ યાદવને આવું શાનદાર પ્રદર્શન કરતા ખુબ જ આનંદ થાય છે. આ તમામ લોકો જે અંદાજમાં બોલિંગ કરે છે તે ખુબ જ શાનદાર છે. આ તમામ લોકોના કારણે આપણી પાસે આજે ખુબ જ શાનદાર બોલિંગ આક્રામણની તૈયારી થઇ ગઇ છે.’