ભારતમાં 18 વર્ષ પહેલા જ યુવક યુવતિઓ ગુમાવી દે છે વર્જિનીટી

0
0

બદલતા જમાના સાથે લોકો પોતાની સેક્સ લાઈફને લઈને ખુલીને વાત કરવા લાગ્યા છે. એક સેક્સ સર્વે દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. સર્વે પ્રમાણે વર્ષ 2003ની તુલનામાં લોકો હવે પોતાના પહેલા સેક્સ અનુભવને લઈને ખુલીને વાતચીત કરે છે.

2003ના આંકડાઓ પર નજર કરીએ તો 8 ટકા લોકોનું કહેવુ છે કે તેમણે 18-26 વર્ષની ઉંમરના વચ્ચે પહેલી વાર શારીરિક સંબંઘો બનાવ્યા છે.

જ્યારે 18 વર્ષ પહેલા તેનો અનુભવ કરનાર માત્ર 6 ટકા લોકો જ હતા. તેમાં 46 ટકા લોકોએ માન્યું હતુ કે તે 27-40 વર્ષની ઉંમરની વચ્ચે પહેલીવાર ફિજિકલ થયા હતા.

આ સિવાય તે લોકોની પણ મોટી સંખ્યા હતી જેમણે આ મુદ્દાઓ પર કોઈ જવાબ આપવો સાચો નથી સમજ્યો. વર્ષ 2013ના આંકડાઓ આનાથી અલગ હતા.

અહીં 18-26 વર્ષની ઉંમરની વચ્ચે પહેલીવાર શારીરિક સંબંધ બનાવનાર 13 ટકા લોકો હતા, જ્યારે 11 ટકા લોકોનું કહેવુ છે કે તે 18 વર્ષ પહેલા જ ફિઝિકલ થઈ ગયા હતા.

વર્ષ 2019ના આંકડાઓમાં વધુ ખુલાપણું એટલા માટે નજરે આવે છે કારણ કે અહીં 33 ટકા લોકોએ માન્યું છે કે તે 18 વર્ષ પહેલા જ ફિઝિકલ થઈ ગયા હતા.

રિપોર્ટમાં 18-26 વર્ષની ઉંમરમાં પહેલીવાર શારીરિક સંબંધ બનાવવાનો અનુભવ કરનાર 52 ટકા હતા. જ્યારે 27-40 ઉંમરની વચ્ચે તેનો અનુભવ પહેવલીવાર કરનારની સંખ્યાં ઘટીને 14 ટકા રહી ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here