Saturday, September 18, 2021
Homeવિરપુર : ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે જલારામબાપાનું મંદિર ખુલ્લું મુકવામાં...
Array

વિરપુર : ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે જલારામબાપાનું મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું

કોરોના મહામારીને લઈને 21 માર્ચ 2020થી સમગ્ર ભારતભરના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામબાપાની જગ્યા પણ દર્શનાર્થીઓ માટે 21 માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી. બીજી લહેર બાદ શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી. પરંતુ દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો સવા વર્ષથી બંધ હતો. આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે ભાવિકો માટે મુખ્ય દ્વાર ખુલતા જ સૌ કોઇ ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે.

પહેલા જગ્યાની બાજુના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરાઇ હતી

પહેલા જગ્યાની બાજુના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલ્લો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

ગુરૂ પૂર્ણિમાના દિવસે ભાવિકો દર્શન કરવા ઉમટ્યા.
ગુરૂ પૂર્ણિમાના દિવસે ભાવિકો દર્શન કરવા ઉમટ્યા.

મુખ્ય દ્વાર ખુલતા ખૂબ જ ધન્યતા અનુભવું છું: દર્શનાર્થી

અમદાવાદથી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે જલારામબાપાના મુખ્ય દ્વાર ખુલતા ખૂબ જ ધન્યતા અનુભવું છું. લગભગ બે વર્ષથી મારી માનતા હતી તે પુરી થતી નહોતી. પરંતુ કહેવાય છે કે બાપાનો હુકમ હોય તો જ તમારો સંકલ્પ પુરો થાય છે. આજે બાપાના દર્શન કરીને ખરેખર મારી જાતને ધન્ય માનુ છું. આખા વિશ્વને કોરોનામાંથી જલારામબાપા ઉગારે તેવી પ્રાર્થના કરી છે.

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ ભાવિકોને મંદિરની અંદર પ્રવેશ અપાય છે.
કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ ભાવિકોને મંદિરની અંદર પ્રવેશ અપાય છે.

21 માર્ચ 2020થી મંદિરનો મુખ્ય દ્વાર બંધ હતો

જલારામ મંદિરમાં સેવા કરતા રમેશભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, 21 માર્ચ 2020થી જલારામ બાપાના મંદિરનો મુખ્ય દ્વાર બંધ હતો. આજે 16 મહિના પછી દર્શનાર્થીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો છે. દર્શાનાર્થીઓને વિનંતી કરીએ છીએ કે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક ફરજીયાત પહેરવું અને સરકારની ગાઇડલાઈન પ્રમાણે રજિસ્ટ્રેશન કરી ટોકન મેળવી અને દર્શન કરવા આવવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments