વીરપુર – વિશ્વ વિખ્યાત જલારામ મંદિર આજથી ભક્તો માટે ખૂલ્યું, પ્રથમ દિવસે પાંખી હાજરી, ટોકન લીધા બાદ જ મંદિરમાં પ્રવેશ

0
0
દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
  • ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી
  • 60 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં

સીએન 24,ગુજારત

વિશ્વનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે આજે પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવશે. 50 લોકોના ગ્રુપને ટોકન આપીને દર્શન કરવા દેવામાં આવશે. 50 લોકોના દર્શન થઈ ગયા બાદ જ અન્ય ગ્રુપને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર 60 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે. સરકારના આદેશ અનુસાર હાલ ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.

મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત
અવિરત નામ દેશ-વિદેશમાં આસ્થાનું કેન્દ્ર રહેલા સંત જલારામબાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં લઈને જલારામ મંદીરના ગાદીપતિ રઘુરામબાપાના આદેશ અનુસાર આજથી મંગલ મંદિરના દ્વાર ખુલ્યા છે. સરકારની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે
બાપાના દર્શન સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ થઈ શકશે. સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે. ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ પણ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here