વિરુષ્કા ટોપ-25 ગ્લોબલ ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરની લિસ્ટમાં સામેલ, વિરાટ 11મા અને અનુષ્કા 25મા નંબર પર છે.

0
13

ગ્લોબલ ડેટા કલેક્શન એન્ડ એનાલિસિસ પ્લેટફોર્મ હાઈપ ઓડિટર એજન્સીએ વર્ષ 2020ના ગ્લોબલ ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટોપ-25માં સામેલ છે. ગ્લોબલ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર ટોપ-25 લિસ્ટમાં માત્ર ત્રણ ભારતીય જ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.

આ લિસ્ટમાં વિરાટ 11મા અને તેમની પત્ની અનુષ્કા 25મા નંબર પર છે. વિરાટ આ લિસ્ટમાં ટોપ રેંકિંગ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય પણ છે. આ બંને સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં ટોપ-25મા સામેલ થનાર ત્રીજા ભારતીય છે. તેઓ આ લિસ્ટમાં 19મા નંબર પર છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિસ્ટમાં ટોપ પર

ગ્લોબલ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર રેંકિંગ લિસ્ટમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે. કાઈલી જેનર બીજા અને કેન્ડલ જેનર ત્રીજા નંબર પર છે. વિરાટના પહેલા અમેરિકાના સિંગર બિયોન્સે લિસ્ટમાં 10મા નંબર પર છે. તેમજ અનુષ્કાની પહેલા આ લિસ્ટમાં સિંગર રિહાના 24મા નંબર પર છે.

વિરુષ્કાના ઈન્સ્ટાગ્રામ પર 124 મિલિયન (12.4 કરોડ)થી વધારે ફોલોઅર્સ

વિરુષ્કા પાવર કપલના નામથી ઓળખાય છે. બંનેના સોશિયલ મીડિયા પર સારા ફેન ફોલોઈંગ છે. વિરાટ અને અનુષ્કા બંનેના હાલમાં સોશિયલ મીડિયા પર 12.4 કરોડ કરતા વધારે ફોલોઅર્સ છે. આ બંનેની પોસ્ટ્સને વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે.

આ રીતે તૈયાર કરવામાં આવ્યું ગ્લોબલ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરનું લિસ્ટ

ગ્લોબસ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સરના લિસ્ટ માટે 1000 સેલિબ્રિટિઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને તેમની ઓડિયન્સની ક્વોલિટી અને ઓથેન્ટિક એગેજમેન્ટના આધાર પર રેંક કરવામાં આવ્યા. તેમાં જોવામાં આવ્યું કે, ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મની મદદથી આ તમામ સેલિબ્રિટિઝ જાગૃતા ફેલાવવા, સશક્તિકરણ કરવા અને પોતાની વાતોથી લોકોને પ્રભાવિત અને પ્રેરિત કરવામાં કેટલા સક્ષમ છે. તે ઉપરાંત તે પણ જોવામાં આવ્યું કે ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટિઝનો પ્રેઝન્સ-પાવર કેટલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here