કોરોનાની અસર : IPL થઈ અઘરી, વિદેશી ખેલાડીઓને વિઝા મળવાની તારીખ પણ આગળ વધી શકે છે

0
5

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન રમાવવી અત્યારે અઘરી લાગી રહી છે. 14 એપ્રિલ સુધી આખું દેશ લોકડાઉનમાં છે. 15 એપ્રિલ સુધી વિદેશી ખેલાડીઓના વિઝા કેન્સલ છે. તેમાં દિવસો વધે તેની સંભાવના પ્રબળ છે. BCCIએ અગાઉ IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. હવે સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, હું અત્યારે આયોજન અંગે કઈ કહી શકું તેમ નથી. અમે એ સ્થાન પર જ છીએ, જ્યાં સ્થગિત કરતી વખતે હતા. છેલ્લા 10 દિવસોમાં કઈ બદલાયું નથી. કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું કે, BCCIએ IPLને સ્થગિત કરવી જોઈએ. મે સુધીમાં સ્થિતિ સુધરે તો પણ કેટલો સમય રહેશે. શું ત્યારે વિદેશી ખેલાડીઓને દેશમાં આવવાની પરવાનગી મળશે?

ICCની બેઠક આવતીકાલે

ICC સભ્યો દેશો સાથે શુક્રવારના વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે. તેમાં કોરોનાવાઇરસના કારણે બનેલી સ્થિતિ અંગે ચર્ચા થશે. T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં રમાવવાનો છે, જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બાઇલેટરલ સીરિઝ પણ રમાવવાની છે. જો આગામી બે મહિના કોરોનાના કારણે લોકડાઉન ચાલુ રહે તો કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. ICC બોર્ડના એક મેમ્બરે કહ્યું કે, કોન્ફરન્સ દરમિયાન કોઈ નિર્ણય લેવામાં આવશે નહિ. આ બેઠક અપડેટ્સ માટે છે. જો પરિસ્થિતિ બગડે તો પ્લાન B અને પ્લાન C તૈયાર હોવા જોઈએ.

એક ટેસ્ટ સીરીઝ રદ્દ થઈ ગઈ છે

ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ પાકિસ્તાન અને બંગલાદેશની વચ્ચે 5 એપ્રિલથી બીજી ટેસ્ટ રમાવવાની હતી, તેને પોસ્ટપોન કરવામાં આવી છે. 19 માર્ચથી શ્રીલંકા અને ઇંગ્લેંડ વચ્ચેની 2 ટેસ્ટની સીરિઝને રદ્દ કરવામાં આવી છે. આવતી સીરિઝ 4 જૂનથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે છે. ઇંગ્લેન્ડમાં રમાનારી આ સીરિઝ પણ રદ્દ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here