સંગીતકાર રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજે પોતાનું મ્યૂઝિક લેબલ વીબી મ્યૂઝિક લોન્ચ કર્યું છે. વિશાલ ભારદ્વાજે વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. વિશાલે કહ્યું કે, આ મ્યૂઝિક લેબલ પર હું દર મહિને એક નવું સોન્ગ રિલીઝ કરીશ. 2 જુલાઈએ રિલીઝ કરેલા આ લેબલના ટ્વિટર અકાઉન્ટ પર વિશાલે તેને બનાવવા પાછળનો હેતુ પણ જણાવ્યો હતો.
Bringing the wordsmith to you
– गुलज़ार. Stay Tuned.@VishalBhardwaj @rekha_bhardwaj #VishalBharadwaj #RekhaBharadwaj #Gulzar #DhoopAaneDo #comingsoon #staytuned #vbmusic pic.twitter.com/lIqiDI2UeQ— Vishal Bhardwaj Music (@VBMusicLabel) July 3, 2020
દર મહિને સોન્ગ શેર કરશે
વીડિયોમાં વિશાલે કહ્યું કે, મને ઇન્ડસ્ટ્રીમાં કમ્પોઝર તરીકે એટલું મહત્ત્વ મળ્યું નથી. આથી મેં વીબી મ્યૂઝિક નામથી આ લેબલ શરુ કર્યું છે. હું મારી અંદર રહેલા સંગીતકારને જીવતો રાખવા માગું છું. ફિલ્મોના પોતાના બંધન હોય છે. અહિ હું તે બધી ટ્યુન શેર કરી શકીશ જે ફિલ્મો માટે ઉપયોગી હોતી નથી. વીબી મ્યૂઝિક પ્રોડક્શન હેઠળ હું દર મહિને એક સોન્ગ શેર કરતો રહીશ.
https://www.instagram.com/p/CCJX2dMpoX7/?utm_source=ig_embed
વિશાલે નાનકડાં પડદાથી ગુલઝારના સહાયક તરીકે પગ મૂક્યો હતો. તેમણે ગુલઝારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ માચિસમાં પ્રથમ વાર મ્યૂઝિક આપ્યું હતું. આ ફિલ્મના સોન્ગ સુપરહિટ થયા હતા, જેને લઈને વિશાલનું કરિયર રાતો રાત સફળ થઇ ગયું. ઘણા વર્ષોથી વિશાલ ડિરેક્શનમાં વ્યસ્ત છે, પરંતુ હવે એકવાર ફરીથી તેઓ સંગીતની દુનિયામાં પગ મૂકવા કઈ રહ્યા છે.